લોકગાયક કીર્તિદાન ગઢવીએ અમેરિકામાં લોકડાયરાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. કીર્તિદાનએ સોશિયલ મીડિયામાં લોકડાયરાની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. યુ.એસ. માં ડોલરનો વરસાદ કરતી તેની તસવીરો વાયરલ થઈ રહી છે કીર્તિદાનનો પહેલો શો શિકાગોમાં હતો. ત્યારબાદ તે ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યૂ જર્સી વગેરેમાં આ શો હોસ્ટ પણ કરી ચૂક્યા છે.
અમેરિકાના એક કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીએ ગુજરાતનું પ્રખ્યાત લોકગીત ‘લીલી લીંબડી રે, લીલો નાગરવેલ નો છોડ’ ગાયું હતું જેના પર લોકોએ મન મૂકીને ડોલર ઉડાવ્યા હતા. જેનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર આજકાલ વાયરલ થઈ રહ્યા છે. કાઠીયાવાડમાં જે રીતે રૂપિયાનો વરસાદ થાય છે, તેમ અમેરિકામાં કિર્તીદાન પર ડોલરનો વરસાદ થઈ રહ્યો હતો.
અન્ય અહેવાલો મુજબ અમેરિકાના એટલાન્ટામાં કિર્તીદાનના કાર્યક્રમમાં તેમણે હિન્દી ગીતોની પણ રમજટ બોલાવી હતી. જેણે સાંભળીને મહિલાઓ ઉત્સાહભેર મંચ પર આવી જઈને ડોલરનો વરસાદ કર્યો હતો. લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીના મોઢે અનેક ગરબા સાંભળી ગુજરાતીઓ સહિત ત્યાંના સ્થાનિકો કોરોના મહામારીનું દુખ અને વ્યથા ભૂલવાની કોશિશ કરી રહ્યા છે. જેના કારણે કિર્તીદાન પર ડોલરનો વરસાદ પણ કર્યો હતો.