ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસમાં રોજબરોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. ગુજરાત એટીએસની તપાસમાં દિલ્હીનો આરોપી મૌલાના કમરગની ઉસ્માની ચોંકાવનારા ખુલાસાઓ કરી રહ્યો છે. મૌલાના ઉસ્માની દાવત-એ ઈસ્લામી નામનું સંગઠન ચલાવતો હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે, પાકિસ્તાનના કરાચી ખાતે આવેલી દાવત-એ-ઇસ્લામી સંગઠનની શાખા અમદાવાદ સહિત દેશના તમામ ખૂણે ચાલી રહી છે.
ગુજરાત એટીએસની તપાસમાં એવો ઘટસ્ફોટ પણ થયો છે કે ઇસ્લામિક એજ્યુકેશનના નેજા હેઠળ યુવાનોનું બ્રેઇનવોશ કરવામાં આવે છે. જો કે કિશન ભરવાડની હત્યા કેસમાં ઝીણવટભરી તપાસ ATS કરી રહી હોવાનો જાબાંજ પોલીસ દાવો કરે છે, અમદાવાદ શહેરમાં બે હજાર કરતાં વધુ દાવત-એ-ઇસ્લામી સંગઠની દાન પેટીઓ મળી આવી છે. જેના પછી હવે સુરક્ષા એજન્સીઓ ઘોર નિદ્રામાંથી એકાએક ઊઠી ગઇ છે. સૌથી ચોંકાવનારી અને ગંભીર વાત તો એ છે કે, લોકો દાન પેટીઓમાં જે રૂપિયા નાખે છે તે ભંડોળ સીધું પાકિસ્તાનમાં પહોંચી જાય છે.
અહીં સૌથી મોટો સવાલ એ છે કે, દેશના તમામ રાજ્યના પોલીસ વડાને આ સંગઠન પર રોક લગાવવા એલર્ટ કરાયા હતા તેમ છતાં કોઈ કાર્યવાહી થઇ નહીં. જો એટીએસે યોગ્ય કાર્યવાહી કરી હોત તો કિશન ભરવાડ જેવા યુવકનો ભોગ ન લેવાયો હોત.
દાવત-એ-ઇસ્લામી સહિતના કટ્ટરવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવા દેશભરમાં ફરિયાદ કરવામાં આવી હતી. કિશન ભરવાડની હત્યાના થોડાક મહિના પહેલા ગુજરાત બહારની એક સંસ્થાએ લેખિતમાં પણ ફરિયાદ કરી હતી.