ICC T20 વર્લ્ડ કપ બાદ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 ઇન્ટરનેશનલ સિરીઝ રમાવાની છે. T20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી આ ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડવાની જાહેરાત પહેલાથી કરી ચુક્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ન્યુઝીલેન્ડ સામે ટી-20 સીરીઝથી કેટલાક સીનીયર ખેલાડીઓને રેસ્ટ આપવા વિશેમાં વિચારી રહ્યું છે, એવામાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવી શકે છે અને ટીમની આગેવાની લોકેશ રાહુલને સોંપવામાં આવી શકે છે. લોકેશ રાહુલ ઇન્ડીયન પ્રીમિયર લીગમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરે છે.
છેલ્લા ઘણા મહિનામાં સીનીયર ખેલાડીઓને જરા પણ બ્રેક મળ્યો નથી. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝથી લઈને ટી-20 વર્લ્ડ કપ સુધી ટીમ ઇન્ડિયા સતત ક્રિકેટ રમી રહી છે. બીસીસીઆઈના એક સીનીયર અધિકારી દ્વારા એક નામી ચેનલ પર જણાવવામાં આવ્યું છે કે, “સીનીયર ખેલાડીઓને થોડો શ્વાસ લેવા માટે સમય જોવે છે. તેમાં કોઈ છુપાવવાની વાત નથી કે, ટી-20 ફ્રોમેટના લોકેશ રાહુલ એક મહત્વના ભાગ છે. એવું થઈ શકે છે કે, તેમની કેપ્ટન સોંપવામાં આવે.
ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે 17 નવેમ્બરથી 21 નવેમ્બરની વચ્ચે ત્રણ મેચની ટી-20 ઇન્ટરનેશનલ સીરીઝ રમાવવાની છે. સીરીઝની પ્રથમ મેચ 17 નવેમ્બરના જયપુરમાં, બીજી મેચ 19 નવેમ્બરના રાંચીમાં અને ત્રીજી મેચ 21 નવેમ્બરના કોલકાતામાં રમાશે. ત્યાર બાદ બંને ટીમોની વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝ રમાવવાની છે. ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમાવનારી સીરીઝ દરમિયાન સ્ટેડીયમમાં ચાહકોને પણ આવવાની પરવાનગી મળી શકે છે. ન્યુઝીલેન્ડ સામે ટી-20 વર્લ્ડકપમાં ભારતને આઠ વિકટથી હારનો સામનો કરવો પડ્યો છે.