ગુજરાતની તસ્નીમે દુનિયામાં વગાડ્યો ડંકો, પોલીસ પિતાએ હાથમાં પકડાવી દીધું રેકેટ

16 વર્ષની તસ્નીમ મીરે ભારતીય બેડમિન્ટનની દુનિયામાં નવો ઈતિહાસ રચ્યો છે. તે અંડર 19 ગર્લ્સ સિંગલ્સની કેટેગરીમાં વિશ્વની નંબર વન ખેલાડી બની ગઈ છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય છે. પીવી સિંધુ, સાઇના નેહવાલ જેવા અનુભવી ખેલાડીઓ પણ જુનિયર સ્તરે ક્યારેય નંબર 1 બની શક્યા નથી. તસ્નીમે 10,081 પોઈન્ટ્સ મેળવ્યા છે, જેના કારણે તેને આ ખિતાબ મળ્યો છે. બેડમિન્ટનની દુનિયાની નવી સેન્સેશન તસ્નીમ મીર વિશે વધુ વાંચો-

ગુજરાતની રહેવાસી તસ્નીમ મીર 7 વર્ષની ઉંમરથી બેડમિન્ટન રમી રહી છે. આ પાછળનો શ્રેય તેના પિતા ઈરફાન મીરને જાય છે, જેઓ ગુજરાત પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તેમજ બેડમિન્ટન કોચ છે. તે પોતે તસ્નીમને પોતાની સાથે કોચિંગ સેન્ટર લઈ જતા હતા. તસ્મિને ધીમે ધીમે રમતમાં રસ લીધો અને તેના કરતા મોટા ખેલાડીઓને હરાવવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં જ તે સબ જુનિયર સ્ટેટ ચેમ્પિયન બની ગઈ.

આ પછી, 2017 માં, તસ્નીમે હૈદરાબાદની પુલેલા ગોપીચંદ એકેડમીમાં તાલીમ શરૂ કરી, જ્યાં તે ત્રણ વર્ષ રહી. તેણે 2020 માં ગુવાહાટીમાં આસામ બેડમિન્ટન એકેડમીમાં શિફ્ટ થઈ. અહીં તેનો મિક્સ ડબલ પાર્ટનર અયાન રાશિદ પહેલેથી જ ટ્રેનિંગ લઈ રહ્યો હતો. તસ્નીમ કહે છે, ‘હું અહીં મારા પાર્ટનર સાથે ટ્રેનિંગ લેવા આવી હતી અને હવે અહીં ટ્રેનિંગ ચાલુ રાખવા માગું છું.’

‘મેં નંબર વન બનવાની અપેક્ષા નહોતી રાખી’

તેની સિદ્ધિ પર, તે કહે છે, “હું ખરેખર રોમાંચિત છું. તે એક મહાન સન્માન છે. મને તેની બિલકુલ અપેક્ષા નહોતી કારણ કે મેં આ વય જૂથ માટે રમવાનું બંધ કર્યું છે. હું ગયા વર્ષે નંબર 2 ખેલાડી હતી અને ક્યારેય વિચાર્યું ન હતું કે હું નંબર 1 પર આવીશ. તસ્નીમ કહે છે કે આનાથી તેનો આત્મવિશ્વાસ વધશે. આ પદ માટે, તેને જુનિયર આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં તેના સારા પ્રદર્શનનો શ્રેય આપે છે.

તસ્નીમ હવે સિનિયર કેટેગરીની ટ્રેનિંગ લઈ રહી છે. તેણે કહ્યું કે, ગયા વર્ષથી મેં બાંગ્લાદેશ ઈન્ટરનેશનલ સાથે સિનિયર કેટેગરીમાં રમવાનું શરૂ કર્યું છે. તસ્નીમ હાલમાં ઈન્ડોનેશિયાના એડવિન ઈરિયાવાન પાસેથી કોચિંગ લઈ રહી છે.

તસ્મીન મીરના પિતા ઈરફાન મીર બેડમિન્ટન કોચ છે અને મહેસાણા પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર પણ છે.ઈરફાન અમદાવાદ નજીક મહેસાણામાં કોચિંગ સેન્ટર પણ ચલાવે છે. તે તસ્નીમને સિનિયર ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતી જોવા માંગે છે.

Scroll to Top