ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો અને મોતના આંકડામાં આવ્યો વઘારો

ગુજરાતમાં ફરી કોરોના ધીરે ધીરે વકરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 8,934 કેસ કોરોના પોઝિટિવ આવતા ફરી ઉછાટ મારી હોય તેવા એંધાણ છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 3309 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 265 કેસ તો રાજકોટ શહેરમાં 320 કેસ, વડોદરા 1512 શહેરમાં કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 279 કેસ, ભાવનગર શહેરમાં 97 કેસ સામે આવ્યા છે. કોરોના ફેબ્રુઆરીની 15 તારીખ પછી ગુજરાતમાં શાંત પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. કોરોનાને લીધે 34 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 15,177 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 69,187 સુધી પહોંચી ગઈ છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.61 લાખ કેસો સામે આવ્યા છે. આ દરમિયાન 2.81 લાખ લોકો સાજા પણ થયા છે, જો કે, આ દરમિયાન 1733 લોકોના મોત પણ થયા છે. સતત બીજો દિવસ છે, જ્યારકે કોરોનાથી 1000થી વધારે લોકોના મોત થયા છે. આ અગાઉ મંગળવારે 1192 લોકોએ કોરોનાથી દમ તોડ્યો હતો.કોરોનાના કેસ સતત ઓછા થઈ રહ્યા છે, પણ ચિંતાની વાત એ છે કે, સતત પાંચમા દિવસ મોતના આંકડામાં વધારો થયો છે. દેશમાં મંગળવારે 1192 તો સોમવારે 959 લોકોના મોત થયા હતા. તો વળી રવિવારે પણ 893 લોકોના મોત અને શનિવારે 871 દર્દીઓને દમ તોડ્યો હતો.બુધવારે 1.61 લાખ કેસ આવ્યા હતા. આ અગાઉ મંગળવારે 1.67 લાખ કેસ, સોમવારે 2.09 લાખ કેસ આવ્યા હતા. તો વળી રવિવારે 2,34,281 નવા કેસો આવ્યા હતા. શનિવારે કોરોનાથી સંક્રમિત 235532 કેસો નોંધાયા હતા. કાલની સરખામણીએ 3.4 ટકા કેસો ઓછા આવ્યા છે.

Scroll to Top