કોરોનાની ત્રીજી લહેર બની મુસીબત, ગુજરાતમાં આજે 30 દર્દીઓના મોત

ગુજરાતમાં ત્રીજી લહેરની પીક હવે સમાપ્ત થઈ હોય તેવુ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 12,131 કેસ કોરોના પોઝિટિવ આવતા તંત્રને લોકો હવે રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 4046 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 628 કેસ તો રાજકોટ શહેરમાં 958 કેસ, વડોદરા શહેરમાં 1999 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 271 કેસ, ભાવનગર શહેરમાં 185 કેસ સામે આવ્યા છે. કોરોનાનો પ્રકોપ ફેબ્રુઆરીની પ્રથમ સપ્તાહમાં સાવ સુસ્ત થઇ જશે તેઓ નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. કોરોનાને લીધે 30 લોકોએ દમ તોડ્યો છે જ્યારે દર્દીઓ 22,070 સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 1,07,915સંખ્યા સુધી પહોંચી છે.

આજના કોરોના પોઝિટિવ કેસ

અમદાવાદ : 4046
વડોદરા : 1999
રાજકોટ : 958
સુરત  :628
વડોદરા :  518
સુરત  : 443
પાટણ : 286
ગાંધઈનગર : 271
રાજકોટ : 255
કચ્છમાં : 206
ભાવનગર : 185
જામનગર : 176
વલસાડમાં : 166
બનાસકાંઠા-મહેસાણા : 157-157
નવસારી : 151
ભરૂચમાં :148
આણંદ-મોરબી : 138-138
ખેડા : 129
ગાંધીનગર : 128
સાબરકાંઠા :106
જામનગર :93
અમરેલી : 78
સુરેન્દ્રનગર : 69
જૂનાગઢ : 48
તાપી : 39
જૂનાગઢ : 36
દાહોદમાં : 35
ગીરસોમનાથ : 33
દેવભૂમિ દ્વારકા : 27
મહીસાગર : 23-23
અરવલ્લી : 18
નર્મદામ : 18
છોટાઉદેપુર : 14
ડાંગ-પોરબંદર : 10-10
બોટાદ : 05

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.51 લાખ કેસ નોંધાયા છે. સાથેજ 627 લોકોના મોત થયા છે. જોકે સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 3,47,443 દર્દીઓ સાજા પણ થયા છે. જેથી કોરોનાની ગતિ હવે ધીમી પડી રહી છે. તેવું કહી શકાય. એકદંરે હવે દેશમાં કેસ ઘટી રહ્યા છે. જેથી પ્રતિબંધો પણ હટી રહ્યા છે. ગઈકાલની સરખામણીએ 35 હજાર જેટલા ઓછા કેસ નોંધાયા છે. ગઈકાલે દેશામાં 2.86 લાખ જેટલા કેસ નોંધાયા હતા. જોકે ગઈકાલ કરતા આજે મોતની સંખ્યા વધી ગઈ છે. કારણકે ગઈકાલે 573 લોકોના મોત થયા હતા જ્યારે 627 લોકોના મોત થયા છે. જે એક ચિંતાજનક બાબત કહી શકાય.

Scroll to Top