ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું, કેસની સાથે મોતના આંકડામાં પણ મોટો વધારો

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ધીરે ધીરે કાબૂમાં આવતી જાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં  ૮૩૩૮ કેસ કોરોના પોઝિટિવ આવતા 3જી લહેરનો અંત થોડા દિવસમાં થઇ જશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં ૨૬૫૪ કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં ૨૫૭ કેસ તો રાજકોટ શહેરમાં ૪૭૫ કેસ, વડોદરા શહેરમાં ૧૭૧૨ કેસ સામે આવ્યા છે.

ગાંધીનગર શહેરમાં ૨૨૩કેસ, ભાવનગર શહેરમાં ૮૦ કેસ સામે આવ્યા છે. કોરોનાનો પ્રકોપ ફેબ્રુઆરીની પ્રથમ સપ્તાહમાં સાવ સુસ્ત થઇ જશે તેઓ નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. કોરોનાને લીધે ૩૮ લોકોએ દમ તોડ્યો છે જે ત્રીજી લહેરના સૌથી વધુ મોતનો આંકડો છે. જ્યારે   ૧૬૬૨૯ દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૭૫૪૬૪  સુધી પહોંચી છે.

Scroll to Top