જાણો, કેવી રીતે રાખવામાં આવે છે ચક્રવાતી વાવાઝોડાના નામ, કોણ કરે છે નામકરણ?

તામિલનાડુ અને પોંડુચેરી થી બુધવારે અડધી રાતે ચક્રવાતી વાવાઝોડું ‘નિવાર’ પસાર થવાનું છે જેને જોતા બંને રાજ્યોની સરકાર અલર્ટ થઇ ગઈ છે. અને વાવાઝોડું દરમિયાન થોડું નુકસાન થાય તેના પર કામ કરવામાં આવી રહ્યું છે. વાવાઝોડા ને જોતા જયારે તંત્રએ કમર કસી છે ત્યારે એક સવાલ મગજ આવે છે કે આ ચક્રવાતનું નામ નિવાર કેવી રીતે પાડ્યું અને કોને તેનું નામ રાખ્યું છે. નિવારણ નો અર્થ થાય છે કે કોઈ સમસ્યા અથવા ફરિયાદ નું નિરાકરણ લાવવું. વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WHO) એ દિશાનિર્દેશો ના આધારે વાવાઝોડા ને સાઈક્લોન નિવાર નામ આપ્યું છે.

કોણ રાખે છે ચક્રવાતી વાવાઝોડાનું નામ

1953 માં માયામી નેશનલ હરીકેન સેંટર અને વર્લ્ડ મીટરીયોલૉજિક્લ ઓર્ગોનાઇઝેશન (WMO) વાવાઝોડા અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતો ના નામ રાખે છે. પરંતુ ઉત્તર હિંદ મહાસાગર માં ઉત્પન્ન થતા ચક્રવાતો ના કોઈ નામ રાખવામાં આવ્યા ન હતા. આવામાં ભારત ની પહેલ પર 2004માં હિંદ મહાસાગર વિસ્તારના આઠ દેશોના વાવાઝોડા ના નામકરણ ની વ્યવસ્થા શરૂ કરવામાં આવી. બાંગલાદેશ, ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, થાઈલેન્ડ અને શ્રીલંકા તેમાં શામેલ છે. ભારત અત્યાર સુધીમાં 32 વાવાઝોડા માંથી ચાર ના નામ આપ્યા છે- લહર, મેઘ, સાગર અને વાયુ. જયારે, પાકિસ્તાન દ્વારા ફાનૂસ અને નગિસ વાવાઝોડાના નામ રાખ્યા છે.

કેવી રીતે રાખે છે નામ

ચક્રવાતો ના નમા એક આપ-લે (સમજૌતા) ની જેમ રાખવામાં આવે છે. અંગ્રેજી વર્ણમાળા પ્રમાણે સભ્ય દેશોના નામના પહેલા અક્ષર પ્રમાણે તેમનો ક્રમ નક્કી કરવામાં આવે છે. જેને સૌથી પહેલા બાંગ્લાદેશ પછી ભારત માલદીવ અને મ્યાનમારનું નામ આવે છે. બધા દેશ પહેલા ચક્રવાતો ના નામ WMO ને મોકલી દે છે. વાવાઝોડા ની ઝડપ તેની અસર ને જોતા આ દેશો દ્વારા આપવામાં આવેલ નામો માંથી એક નામ વાવાઝોડાનું રાખી દેવામાં આવે છે.

આટલા માટે રાખવામાં આવે છે નામ

ચક્રવાત વાવાઝોડાનું નામકરણ એટલા માટે કરવામાં આવે છે, જેથી લોકોને તેના વિશે સરળતાથી ચેતવણી આપવામાં આવી શકે. તેનાથી થતા નુકસાન વિશે પણ લોકોને જેમ બને તેમ વહેલી તર્ક એ અલર્ટ કરવામાં આવી શકે. લોકો જો વાવાઝોડાથી સજાગ થાય જાય તો સરકારની સાથે તાલમેલ રાખીને ઘાણી સારી વ્યવસ્થા અને તૈયારીઓ કરવામાં આવી શકે. સાથે લોકો આ વાવાઝોડાના નામ યાદ રાખી શકે એટલા માટે આ વાવાઝોડાના નામ શોર્ટ માં નાના રાખવામાં આવે છે.

આ નામ રહ્યા ચર્ચામાં

હુદહુદ, લૈલા, નિલોફર, વરદા, કૈટરીના, નીલમ, ફૈલીન, હેલન, અંફાન વાવાઝોસના નામ થાઈલેન્ડએ પાડ્યા હતા અને જે 2004 માં તૈયાર ભવિષ્ય ના વાવાઝોડાના નામોની યાદી માં છેલ્લું નામ હતું.

ભવિષ્ય માં આ હોઈ શકે છે વાવાઝોડા ના નામ

ઉત્તર હિંદ મહાસાગર અને અરબ સાગર માં ભવિષ્યમાં ઉત્પન્ન થનાર વાવાઝોડા શાહીન, ગુલાબ, તેજ, અગ્નિ અને આગ જેવા નામો દ્વારા ઓળખવામા આવશે કારણ કે 13 દેશો દ્વારા ભવિષ્યમાં માટે સુઝાવ આપેલ 169 નામોમાં આ જોડાયેલ છે.

ભારતે ભવિષ્ય માં આવતા વાવાઝોડા માટે આ નામ આપેલ છે – ગતિ, તેજ અને મુરાસુ (તમિલ વાઘ યંત્ર), આગ,નીર, પ્રભંજન, ધૃણી, અમ્બુધ, જલધિ અને વેગ. આ ઉપરાંત બાંગ્લાદેશ, ઈરાન, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરબ, શ્રીલંકા, થાઈલેન્ડ, સયુંકત અરબ અમીરાત અને યમનએ 13-13 નામ આપ્યા છે. બાંગ્લાદેશ દ્વારા આપેલ અર્નબ, કતાર દ્વારા આપેલ શાહીન, પાકિસ્તાન દ્વારા આપેલ લુલુ, મ્યાનમાર દ્વારા આપેલ પિંકુ, કતાર દ્વારા આપેલ બાર નામ આપેલ છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો