આ દિવસોમાં પૈસા કમાવવાની ઘણી અદ્ભુત રીતો છે. કેટલાક જૂના કપડા વેચીને લાખોની કમાણી કરી રહ્યા છે તો કેટલાક જૂના ચંપલ વેચી રહ્યા છે. કેટલાક લોકો સૂતી વખતે કમાય છે, કેટલાક લોકો ગેમ્સ રમીને લાખો કમાય છે, તો કેટલાક લોકો પોતાના શોખને પૈસા કમાવવાનું માધ્યમ બનાવીને ઘણું કમાય છે. આ દરમિયાન એક સમાચાર આવ્યા છે કે જર્મનીની એક મહિલા છે જે ચ્યુઇંગ ગમ ચાવવાથી મહિને 67 હજાર રૂપિયા કમાય છે. મહિલાને ચ્યુઇંગ ગમ ખૂબ જ પસંદ છે.
જર્મનીમાં રહેતી 30 વર્ષીય જુલિયા ફોરાટ માત્ર ચ્યુઇંગ ચાવે છે, તેને ફૂલાવે છે અને મોટા પરપોટા કાઢીને તેમાંથી મોટી કમાણી કરે છે. હવે તમે વિચારતા જ હશો કે આવું કઈ રીતે થઈ શકે. તો અમે તમને જણાવીએ કે, જુલિયા એક સાથે 20-30 ચ્યુઇંગ ગમ મોઢામાં ચાવે છે અને ફુગ્ગા કરતા પણ મોટા પરપોટા બનાવીને બતાવે છે. તે આ કામ થોડીવારમાં ઘરે બેડ કે સોફા પર બેસીને અથવા આડા પડીને કે ઉભા રહીને કરે છે અને તેના ખિસ્સામાં પૈસા આવી જાય છે.
ખરેખરમાં તે ચ્યુઇંગ ગમ ફુલાવતા પરપોટાનો વીડિયો બનાવે છે. આ ચ્યુઇંગ ખાવા અને તેમાંથી મોટા પરપોટા બનાવવાના તેના વિચિત્ર કામ વિશે જુલિયા કહે છે, “મારા મિત્રએ એકવાર મજાકમાં કહ્યું કે તમે તમારી ચ્યુઇંગનો વીડિયો ક્લિપ્સ પણ બનાવીને વેચી શકો છો. આ કામ શરૂ કર્યું અને પછી તેના પર સંશોધન શરૂ કર્યું. પછી જાણવા મળ્યું કે ઘણા સમુદાયો છે જે આ કાર્ય માટે સમર્પિત છે.
જુલિયા કહે છે કે તે દર મહિને 5 પાઉન્ડ (એટલે કે રૂ. 480) બબલગમ ખરીદે છે અને તેમાંથી 700 પાઉન્ડ (67 હજાર રૂપિયા) સુધીની કમાણી કરે છે. તે એક સમયે ચ્યુઇંગ ગમના 10 થી 30 ટુકડા ચાવવાથી મોટા પરપોટા બનાવે છે. કેટલાક તેના માથા કરતા મોટા હશે અને કેટલાક તેનાથી વધુ. આ પછી ફેન ફોલોઈંગ વધ્યું અને તેનાથી આવક થવા લાગી.
ઘણા યુઝર્સ તેને તેમના સૂચનો અને પસંદગીઓ જણાવે છે, જેના અનુસાર તે વીડિયો કન્ટેન્ટ બનાવે છે અને તેના માટે તેને રૂબરૂ કિંમત પણ મળે છે. જુલિયા કહે છે કે આ તેની ફુલ ટાઈમ જોબ નથી, તેની પાસે આર્કિટેક્ચર, સિવિલ એન્જિનિયરિંગ અને માર્કેટિંગની ડિગ્રી છે. આ શોખથી તે દર મહિને હજારોની કમાણી કરાવે છે.