દાડમ છોલવામાં લાગે છે કલાકો? અજમાવો આ અનોખી રીત, સેકન્ડોમાં થઇ જશે કામ

ઘણીવાર લોકો અમુક સેકન્ડનું કામ કરવામાં કલાકો લે છે કારણ કે તેઓ કામ કરવાની સાચી રીત જાણતા નથી. આવા અનેક કામોમાંનું એક કામ છે દાડમની છાલ ઉતારવાનું. દાડમને છોલવામાં લોકોને કલાકો લાગે છે પરંતુ આ કામ થોડી જ મિનિટોમાં થઈ શકે છે. અહીં જણાવેલી ટિપ્સનો ઉપયોગ કરીને તમે સરળતાથી દાડમની છાલ કાઢી શકો છો.

દાડમને છાલવા માટે આ એક મજબૂત જુગાડ છે

દાડમ ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે. તેની છાલ અલગ કરવી પણ એટલી જ મુશ્કેલ છે, પરંતુ એક વ્યક્તિએ આ કામ થોડી જ સેકન્ડમાં કરી બતાવ્યું છે. આ વીડિયોમાં એક વ્યક્તિને દાડમ છોલતા જોઈને તમને આશ્ચર્ય થશે. તમે જોશો કે એક માણસ સીધા ઝાડ પરથી દાડમ તોડીને તેના ઉપરના ભાગમાં છરી વડે ષટ્કોણ જેવો કાપ મૂકે છે. આ પછી, તે તેનો ઉપરનો ભાગ ખોલે છે, ત્યારબાદ તે છરી વડે દાડમની અંદર કેટલાક નિશાન બનાવે છે. આ પછી દાડમ ચારે બાજુથી ખુલે છે અને તેના રસદાર દાણા અલગ થઈ જાય છે.

દાડમ ખાવાના ફાયદા

દાડમ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. સવારના નાસ્તામાં દાડમનો સમાવેશ કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. તેનો રસ ત્વચાની ચમક જાળવી રાખે છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવું છે કે તેનો રસ ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક છે.તેમાં રહેલા મિનરલ્સ, વિટામિન્સ અને ફ્લોરિક એસિડ સ્ત્રીના ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે ફાયદાકારક છે. તેમાં ફાઈબર, વિટામીન કે, સી, બી, આયર્ન, પોટેશિયમ, ઝિંક અને ઓમેગા-6 ફેટી એસિડ જેવા પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં મળી આવે છે.

Scroll to Top