માનવતા મરી પરવારી નથી…જાણો વર્ષોથી માળી તરીકે કામ કરતા આદિવાસી વ્રુદ્ધ દંપતિની વ્યથા

ઘણી વખત જીવનમાં એવા કિસ્સાઓ સામે આવતા રહે છે જે જાણીને રૂંવાડા ઉભા થઇ જાય છે. આ લોકોના દુ:ખની સામે તો આપણા દુ:ખ એકદમ ઝીરો છે. એ લોકો કરતા આપણી લાઇફ તો ઘણી સારી છે. આજે અમે તમારી સમક્ષ આવી એક હૃદયસ્પર્શી વાત જણાવવા જઇ રહ્યા છે. કેટલીક વખત ઘણી સંસ્થાઓ તો ઘણા એનજીઓ બેસહારા લોકોને મદદ કરતા હોય છે. પરંતું કોરોનાના કપરા કાળે તો ઘણા લોકોનું જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. કેટલાક લોકોના સગાવ્હાલા આ દુનિયામાં નથી તો કેટલાક લોકોની રોજી રોટી છીનવાઇ ગઇ છે.

તમને જણાવી દઇએ કે ધામણદેવી ગામ , ડોલવાણ તાપીમાં રહેતા એક આદિવાસી વ્રુદ્ધ દંપતિની વ્યથા…તેઓ જે નવસારી એગ્રિકલ્ચર કોલેજમાં વર્ષોથી માળી તરીકે ફરજ બજાવતા કોરોના કાળમાં નોકરીથી છુટા  કરી દીધા બાદ ખુબ જ મુશ્કેલ જીવન વ્યતીત કરી રહ્યા હતા. જે બાબતે ઘણા લોકોએ રુબરુ મુલાકાત કરી પરિસ્થિતિનો ચિતાર આપતા એક કર્મશીલ તરીકે સવિતાબેન છગનભાઈ અને છગનભાઈ રામાભાઈ માટે મદદ અને કોલેજ માનવીય વલણ દાખવે તે માટે શાબ્દિક અપીલ કરી.

જેના લઇ આજ રોજ હોળીના શુભ અવસરે નવસારી એગ્રિકલ્ચર કોલેજ ના વાઈસ ચાંસેલર શ્રી ડૉ. ઝીણાભાઇ પટેલ દ્રારા મને વોટ્સેપ દ્રારા સંદેશ પાઠવી આશ્વસ્ત કર્યો કે સમાજ માં હજુ પણ માનવતા સદંતર મરી પરવારી નથી. જે બાદ કોલેજના કુલપતિ અને પ્રોફેસર જયમીન નાયક જોડે ધામણ દેવી ગામે છગનભાઈ રામાભાઈ અને સવિતાબેન ના ખબર અંતર પૂછવા રૂબરૂ મુલાકાત લીધી .તેમને જમવા ખાવા ની મદદ રૂપે સામાન અને કંઈ જરૂર પડે તે માટે થોડી મદદ પણ કરી હતી…છગન કાકા અને સવિતાબેન ખુશ પણ થયા અને તેમના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું હતું.

Scroll to Top