ક્રૂડ ઓઈલનો દર 7 વર્ષની ઉંચી સપાટીએ, પેટ્રોલ ડીઝલના આજના ભાવ જાણો

આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ હાલમાં સાત વર્ષની ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત હાલમાં પ્રતિ બેરલ $90 પર ટ્રેડ થઈ રહી છે. આ દર ઓક્ટોબર 2014 પછી સૌથી વધુ છે. આમ છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. IOCLએ 29 જાન્યુઆરી શનિવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે.

આજની તારીખે કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લા લગભગ 3 મહિનાથી વાહન ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. એવું માનવામાં આવે છે કે કેટલાક રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો નથી.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શનિવારે પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે સરકારે 4 નવેમ્બર 2021ના રોજ કિંમતોમાં ફેરફાર કર્યો હતો. ત્યારબાદ સરકારે દરો ઘટાડી દીધા હતા. ત્યારપછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

દેશના 4 મહાનગરો સહિત મુખ્ય શહેરોમાં આજના ભાવ

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  • ચેન્નઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર
  • ગાંધીનગરમાં પેટ્રોલ રૂ.95.35 અને ડીઝલ રૂ.89.33 પ્રતિ લીટર
  • લખનઉમાં પેટ્રોલ રૂ. 95.28 અને ડીઝલ રૂ. 86.80 પ્રતિ લીટર
  • પોર્ટ બ્લેર પેટ્રોલ રૂ. 82.96 અને ડીઝલ રૂ. 77.13 પ્રતિ લીટર

દરરોજ 6 વાગ્યે બદલાય છે ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

આ રીતે તમે આજના નવીનતમ ભાવ જાણી શકો છો
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલનો દૈનિક દર પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો 9224992249 નંબર પર RSP મોકલીને અને BPCL ગ્રાહકો 9223112222 નંબર પર RSP લખીને માહિતી મેળવી શકે છે. જયારે HPCL ઉપભોક્તા HPPprice નંબર 9222201122 પર મોકલીને કિંમત જાણી શકે છે.

 

Scroll to Top