જાણો સોમનાથ જ્યોતિલિંગની કહાની.આ લેખ માત્ર વાંચવા થી પણ જીવન નો ઉદ્ધાર થઇ જશે.

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

સોમનાથ મંદિર ગુજરાત રાજ્યમાં સ્થિત છે,આ મંદિર બાર જ્યોતિલિંગમાંનું એક છે.સોમનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત છે,અને વિશ્વ પ્રસિદ્ધિ મંદિરમાંનું એક છે.સોમનાથ મંદિર બાર જ્યોતિલિંગમાનું પહેલું જ્યોતિલિંગ છે,અને આ મંદિર ની સ્થાપના ચંદ્રદેવ એ ઘણાં દેવતાઓ સાથે મળીને કરી હતી.આ મંદિરને સોમનાથ મહાદેવ મંદિર નામથી ઓળખાય છે.એવી માન્યતા છે કે આ મંદિરમાં જઈને ભગવાન શિવની પૂજા કરવાથી જે મનોકામના હોય તે પૂર્ણ થાય છે.

સોમનાથ જ્યોતિલિંગની કહાની

સોમનાથ જ્યોતિલિંગની કહાની પુરાણોમાં મળે છે.પુરાણો અનુસાર દક્ષ પ્રજાપતિએ પોતાની 27 પુત્રીઓને ચંદ્રદેવ સાથે વિવાહ કરાવ્યો હતો.ચંદ્રદેવ આ વિવાહથી ઘણા ખુશ હતા.ચંદ્રદેવ બધી પત્નીઓ માંથી દક્ષની પુત્રી રોહિણીને સૌથી અધિક પ્રેમ કરતાં હતાં.જેના લીધે રાજા દક્ષની બીજી પુત્રીઓ ખુશ ન હતી.એક દિવસ રાજા દક્ષની બધી પુત્રીઓ તેમને મળવા આવી એમણે દક્ષ રાજા ને કહ્યું ચંદ્રદેવ ખાલી રોહિણીનો ખ્યાલ રાખે છે.

અને અન્ય પત્નીઓને પ્રેમ નથી કરતાં.રાજા દક્ષને પોતાની પુત્રીઓનું દુઃખ જોઈ ઘણાં દુઃખી થયાં,અને તે ચંદ્રદેવ મળવા ગયા.ચંદ્રદેવ ને મળીને તેમને સમજાયા કે જેવી રીતે તમે રોહિણીનું ધ્યાન રાખો છો તેમ અન્ય પુત્રીઓનું પણ ધ્યાન રાખે અને પ્રેમ કરે.રાજા દક્ષના સમજાવાથી ચંદ્રદેવ એ વચન આપ્યું કે બધી પત્નીઓનું પુરી રીતે ધ્યાન રાખશે.

ઘણો સમય વીતી ગયો પણ ચંદ્ર દેવ પોતાનું વચન નિભાવવામાં અસમર્થ રહ્યાં અને રાજા દક્ષની પુત્રીઓ ફરીથી દુઃખી રહેવા લાગી.જયારે રાજા દક્ષને ખબર પડીતો તેમણે ફરીથી ચંદ્રદેવ ને સમજાવાની કોશિશ કરી પણ ચંદ્રદેવ માન્યા નહિ.

રાજા દક્ષ ગુસ્સામાં આવીને ચંદ્રદેવ ને ક્ષયગ્રસ્ત થવાનો શ્રાપ આપી દીધો.શ્રાપ આપતાંની સાથે ચંદ્રદેવ ક્ષય રોગ ગ્રસ્ત થઈ ગયાં.ધીરે ધીરે તેમની ચમક ઓછી થઈ ગઈ.તેના લીધે દેવલોક ના બધાં દેવતાઓ ચિંતામાં આવી ગયાં.

સોમનાથ જ્યોતિલિંગની કહાની અનુસાર આ શ્રાપથી બચવા માટે તે ઉપાય શોધવા લાગ્યાં.ત્યારે ચંદ્રદેવ બ્રહ્માજી પાસે ગયાં અને બ્રહ્માજી એ ચંદ્રદેવ ને એક ઉપાય બતાવ્યો એક સ્થાન પર જઈ ભગવાન શિવની તપસ્યા કરવા માટે કહ્યું.

બ્રહ્માજીની આ વાત સાંભળી ચંદ્રદેવ સોમનાથ ચાલી ગયાં અને ત્યાં જઈ મૃત્યુંજય મંત્રનો અનુષ્ઠાન કર્યું અને ભગવાન શિવની આરાધના કરી.

ચંદ્રદેવની છ મહિનાની તપસ્યા અને દશ કરોડ વખત મૃત્યુંજય મંત્રનો જાપ કર્યો.ચંદ્રદેવની આ કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવએ દર્શન આપ્યાં અને કહ્યું ચંદ્રદેવ તમારી કલા એક દિવસમાં એક પક્ષમાં ક્ષીણ કરશે.અને બીજા પક્ષમાં નિરંતર વધતી રહેશે.

આ રીતે પ્રત્યેક પૂર્ણિમાંના દિવસે પુરી રીતે ચંદ્રત્વ પ્રાપ્ત થશે.ચંદ્રદેવ ને આ મળેલા શ્રાપ માંથી મુક્ત થયાં અને એમની ચમક પછી આવી ગઈ ત્યાર પછી ચંદ્રદેવ એ સોમનાથમાં શિવલિંગ ની સ્થાપના કરી અને ત્યારથી સોમનાથ મંદિર પ્રસિદ્ધ થઈ ગયું અને અહીં લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવાં જાય છે.

સોમનાથ મહાદેવ મંદિરથી જોડાયેલી કહાની એવું કહેવાય છે ચંદ્રદેવ એ ઘણાં દેવતાઓ સાથે મળીને બનાવ્યું હતું.આ મંદિર ને ચંદ્રદેવ એ સોનાથી,સૂર્યદેવ એ રજતથી અને ભગવાન કૃષ્ણએ લાકડાંથી બનાવ્યું હતું.સોમનાથ મંદિર ઘણું પુરાણું છે

તેના પર ઘણી વાર આક્રમણ પણ થયાં છે.આ મંદિર ને પુરી રીતે તોડી નાખ્યું હતું.એવું માનવામાં આવે છે આ મંદિર ને સત્તરવાર નષ્ટ કરી દેવામાં આવ્યું છે.

8મે 1950 માં સોમનાથ મંદિર ની આધારશીલા રખાઈ હતી.11મે 1951 ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્રપ્રતાપસિંહ એ સોમનાથ મંદિરમાં જ્યોતિલિંગને સ્થાપિત કર્યું.આ મંદિર 1962માં પૂર્ણ નિર્મિત થયું હતું.એવી માન્યતા છે કે શ્રીકૃષ્ણ ભગવાન એ સોમનાથ મંદિર માં દેહ ત્યાગ કર્યો હતો.સોમનાથ મહાદેવ મંદિરમાં રોજ ત્રણ આરતી થાય છે.

પહેલી આરતી સવાર સાત વાગ્યે થાય .બીજી બાર વાગે અને ત્રીજી સાંજે સાત વાગે થાઈ છે.આ મંદિરમાં હિંદુ સિવાય બીજા લોકોને અનુમતિ લેવી પડે છે.અનુમતિ પછી મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં આવે છે.આ મંદિર પાસે જ ત્રણ નદીઓ આવેલી છે .આ નદીઓના નામ હિરણ,કપિલા, અને સરસ્વતી છે.

કેવી રીતે જઈ શકાય સોમનાથ મહાદેવ સોમનાથ મંદિર આસાનીથી જઈ શકાય છે.આ મંદિર વાયુ,સડક, અને રેલમાર્ગ સાથે જોડાયેલ છે.સોમનાથ જ્યોતિલિંગ સોમનાથ ઉના હાઈવે સાથે જોડાયેલ છે.આ હાઈવે ધ્વરા ત્યાં જઈ શકાય છે.

સોમનાથ મંદિરની નજીકનું રેલવે સ્ટેશન વેરાવળ છે.આ રેલવે સ્ટેશનથી આસાનીથી રીક્ષા ,બસ,ટેક્ષી મળી રહે જે મંદિર સુધી પોહચાડે છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા સોમનાથ મંદિરથી થોડે જ દૂર છે.હાઈવે ના માર્ગથી પહોંચી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here