જાણો આજનું રાશિફળ તથા તમારી રાશિ પ્રમાણે ગણપતિ બાપ્પાને ચઢાવો આટલી વસ્તુ, ચમકી જશે તમારું નસીબ

ગણેશ ચતુર્થી ના શુભ અવસર પાર તમારી રાશિ મુજબ આટલું કામ કરશો તો બાપ્પા ની કૃપાથી તમારું નસીબ ચકી જશે. તો આવો જાણીયે કે શું છે તે કામ જે કરવાથી બાપ્પા આટલા બધા પ્રશ્નન થાય છે. કોઈ પણ મનોકામનાપૂર્તિ માટે આટલું કરો.

ગણેશ ચતુર્થીના પર્વ સાથે જ આખા દેશમાં ગણપતિ દાદાની પૂજા આરાધના થઈ રહી છે. શું તમે જાણો છો કે તમે રાશિ પ્રમાણે ગણપતિ દાદાને પ્રસાદ ચઢાવીને ખુશ કરી શકો છો. સામાન્ય રીતે તો ગજાનને પ્રસન્ન કરવા માટે મોદક,લાડુ અને કેળા ધરાવવામાં આવે છે. પરંતુ જો તમે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ચઢાવશો તો બાપ્પા તમારી બધી મનોકામના પૂર્ણ કરશે.

મેષ

મેષ રાશિના જાતકો ગણેશજીને ગોળનો પ્રસાદ ધરાવી ગં મંત્રનો જાપ કરે તો તેમને ઈચ્છિત ફળ મળે છે. આજે આર્થિક યોજના અને મૂડી રોકાણમાં લાભ મળી શકે છે, આજે કાર્યો પૂરા થશે અને આવકમાં વધારો થશે. સરાકરી કાર્યોમાં સફળતા મળશે અને વડીલો સાથએ મુલાકાત થઇ શકે છે.

વૃષભ

વૃષભ રાશિના જાતકોએ ઘી અને મિશ્રી મેળવીને ગણપતિ દાદાને ભોગ ધરાવવો જોઈએ. આ સાથે મંત્રનો જાપ કરવાથી તેમને ઈચ્છિત ફળ મળે છે. આજે ઇચ્છા હશે તે વસ્તુ મળશે, સન્માનમાં વધારો થશે અને પારિવારિક વાતવરણમાં સુધારો થશે. આજે તમે વ્યાવહારિક કાર્યો પૂરી કરી શકશો. આર્થિક યોજનાઓ સફળ થશે.

મિથુન

મિથુન રાશિના જાતકોએ ગણેશજીને મગની દાળના લાડુ ચડાવા જોઈએ અને સાથે શ્રી ગણેશાય નમઃનો જાપ કરવો જોઈએ. આજે મન અશાંત રહી શકે છે અને મોટા નિર્ણય લેવા નહી. આજે શરીરમાં આળખ જેવા મળશે અને વિચારીને મૂડી રોકાણ કરજો. ખોટા ખર્ચા કરવા નહી, ક્રોધ કરવો નહી.

કર્ક

કર્ક રાશિના જાતકોએ સફેદ ફૂલની માળા અને ચંદનનુ તિલક લગાવવું જોઈએ. આ સાથે જ ઓમ વરદાય નમઃ મંત્રનો જાપ કરવાથી ફાયદો થશે. આજે ઉચ્ચ અધિકારીઓને સહયોગ મળશે, લાભ મળશે અને વ્યવસાયમાં પ્રગતિ થશે. મિત્રોની લાભ થશે અને વિદેશમાં રહેતા સ્નેહીજનો તરફથી જે સમાચાર મળશે તેનાથી આનંદ મળશે.

સિંહ

સિંહ રાશિના જાતકોએ ગણપતિને લાલ રંગનો પ્રસાદ તથા લાલ ફૂલ ચડાવવું જોઈએ. આ સાથે જ ઓમ મંગલાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.આજે મનમાં પ્રસન્નતા જોવા મળશે અને ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે. કામનો ભાર જોવા મળશે અને આખો દિવસ આજે તમે વ્યસ્ત રહેશો. આજે નકારાત્મક વિચારોથી દૂર રહેજો અને અધૂરા કાર્યો પૂરા થશે.

કન્યા

મનોકામના પૂરી કરવા માટે કન્યા રાશિના જાતકોએ દૂર્વાની 21 જોડ ગણેશજીને ચડાવીને ઓમ ચિંતામણયે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએઆજે અધૂરા કાર્યો પૂરા કરવાના પ્રયાસ કરજો અને ધાર્મિક કાર્યોમાં રૂચિ જોવા મળશે. સાહિત્ય અને કલામાં રસ વધશે અને ઘરમાં આનંદનું વાતાવરણ જોવા મળશે..

તુલા

ઈચ્છિત ફળ મેળવવા માટે તુલા રાશિના જાતકોએ ગણેશજીને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ અને 5 નારિયેળ ધરાવવા જોઈએ. આ સાથે ઓમ વક્રતુંડાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આજે વાહન સાવધાનીપૂર્વક ચલાવજો અને દિવસની શરૂઆતમાં માનસિક તણાવ જોવા મળી શકે છે. આજે વિચાર્યા વિના કોઇ કાર્ય કરવા નહી. આજે ધીરજ રાખજો.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકોએ બાપ્પાને સિંદુર અને લાલ ફૂલ ચડાવવું જોઈએ. આ સાથે જ તેમણએ ઓમ નમો ભગવતે ગજાનનાય મંત્રનો જાપ કરવો જોઈએ.આજે પારિવારિક જીવનમાં પ્રેમ જોવા મળશે અને મિત્રો સાથે આનંદમા સમય પસાર થશે. ભાઇઓની સાથે સંબંધ સારા રહેશે અને સાહિત્યમાં રસ ધરાવતા લોકો માટે આજનો દિવસ સારો છે.

ધનુ

ધનુ રાશિના જાતકોએ પીળા વસ્ત્ર, પીળા ફૂલ તથા બેસનના લાડુનો ભોગ ચડાવો જોઈએ. આ સાથે ઓમ ગં ગણપતયે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી તેમને જરૂર ગણેશજીની કૃપાપ્રાપ્તિ થશે.માન અને સન્માનમાં વધારો થશે, અને પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો.

અચાનક શુભ સમાચાર મળવાથી મનમાં આનંદ જોવા મળશે. આજે તબિયત સારી રહેશે અને પ્રવાસમાં આનંદ જોવા મળશે.

મકર

મકર રાશિના જાતકોએ બાપ્પાને પાન, સોપારી, એલચી તથા લવિંગનો પ્રસાદ ચડાવવો જોઈએ અને સાથે જ ઓમ ગં મંત્રનો જાપ કરવો જોઈએ. આજે રચનાત્મક વિષયોમાં તમારી રૂચિ જોવા મળશે, સ્વભાવમાં પ્રેમ અને દયા જોવા મળશે. આજે વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. આજે ઉચ્ચ અધિકારીઓને પ્રસન્ન રહેશે અને પરોપકારના કાર્યો થશે.

કુંભ

કુંભ રાશિના જાતકોએ પંચામૃત તથા મગની ખીચડીનો પ્રસાદ ચડાવવો જોઈએ અને સાથે જ ઓમ ગં રોગ મુક્ત મંત્રનો જાપ કરવો જોઈએ. આજે વિવાદમાં પડશો નહી, માતા અથવા કોઇ ઘરની વૃદ્ઘ મહિલાની તબિયતનું ધ્યાન રાખજો. આજે ભોજનમાં સંયમ રાખજો અને તબિયત નરમ રહેશે. આજે સન્મામનને ધ્યાનમાં રાખતા કામ કરો.

મીન

મીન રાશિના જાતકોએ કેસર તથા મધનો ભોગ ધરાવવો જોઈએ તથા ઓમ અંતરિક્ષાય સ્વાહા મંત્રનો જાપ કરવો જોઈએ. આજે પરાક્રમમાં વધારો થશે, આજે વડીલો તેમજ મિત્રો તરફથી લાભની અપેક્ષા રાખી શકો છો. મિત્રો સાથે પ્રવાસનો યોગ છે. અને વેપારીઓને ભાગીદારીમાં લાભ થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top