1 કોની મુત્યુ કેવી રીતે થશે?હિન્દુ ધર્મશાસ્ત્રમાં ફક્ત જીવન રહેતા સારા અથવા ખરાબ કર્મોને સુખ અને દુઃખનું કારણ બતાવવામાં આવ્યું છે,પરંતુ આ સદ્દકર્મો અને દુષ્કર્મોને સુખ અને દુઃખ મૃત્યુ નિયત કરવાવાળ પણ પણ બતાવવામાં આવ્યા છે.બીજા શબ્દોમાં તેને સદગતિ અને દુર્ગાતી પણ કહેવામાં આવે છે.કારણ કે મૃત્યુ અટલ સત્ય છે,તેથી દરેક ગ્રંથમાં હંમેશા સારા ગુણો,વિચારો અને આચરણ અપનાવવાની સલાહ આપવામાં આવી છે.
2 કોની મુત્યુ કેવી રીતે થશે?
ખાસકરીને ઘણી વાર ઘણા લોકો એવી પ્રવૃત્તિ સામે આવે છે કે તેઓ જીવનમાં સારા કામો કરવાની કોશિશથી બચતા રહે છે,પરંતુ મૃત્યુને સુધારવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે.મૃત્યુ સાથે જોડાયેલા ઘણા રહસ્યો હિન્દુ ધર્મગ્રંથ ગરુડ પુરાણમાં બહાર આવ્યા છે.આમાં જાણો મૃત્યુ સાથે જોડાયેલી આ 3 વિશેષ બાબતો જે કહે છે કે કોની મુત્યુ કઈ રીતે થશે.
3 કોની મુત્યુ કેવી રીતે થશે?
હિન્દૂ ધર્મગ્રંથ ગરુડ પુરાણમાં જીવનમાં કરેલા સારા અને ખરાબ કામો અનુસાર મૃત્યુના સમયે કેવી હાલત હોય છે?તેના વિશે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કહયું છે.જાણો કેવા કામથી કેવી મોત મળે છે?
4 કયા કામથી કેવી મોત?
જે લોકો સત્ય બોલે છે,ઈશ્વરમાં આસ્થા અને વિશ્વાસ રાખે છે,વિશ્વાસઘાત નથી હોતા,કોઈનું હૃદય નથી દુખાડતાં,કોઈને ચિટ નથી કરતા,એટલે કે સારા લોકો જે જિંદગીને સારી રીતે પસાર કરે છે,તેમની મુત્યુ સુખદ હોય છે.
5 કયા કામથી કેવી મોત?
જે લોકો બીજાને આશક્તિ, મોહનો ઉપદેશ આપે છે, અવિદ્યા અથવા અજ્ઞાનતા, દ્વેષ અથવા સ્વાર્થ,લોભની ભાવના ફેલાવે છે,તે મુત્યુના સમયે ઘણું દુઃખ થાય છે.
6.કયા કામથી કેવી મોત?
જૂઠું બોલવાવાળા,ખોટી ગવાહી આપનાર, વિશ્વાસ તોડનાર, શાસ્ત્ર અને વેદોનું ખરાબ કરનારને દુર્ગતી સૌથી વધારે હોય છે.તે બેભાન થઈને મરી જાય છે. એટલું જ નહીં, આવા લોકો માટે ભયંકર સ્વરૂપ અને ગંધવાળા યમદૂત આવે છે, જેને જોઈને જીવ કંપવા લાગે છે.પછી તે માતાપિતા અને પુત્રને યાદ કરીને રડે છે.
7.કયા કામથી કેવી મોત?
આવી સ્થિતિમાં તે ઇચ્છે તો પણ મોઢાથી સ્પષ્ટ નથી બોલી શકતો.તેની આંખો ફરવા માંડે છે.મોઢાનું પાણી સુકાઈ જાય છે, શ્વાસ વધે છે અને અંતે, કષ્ટથી દુ:ખી થઈને પ્રાણ ત્યાગી દે છે.મૃત્યુ પ્રાપ્ત થતા તેમનું શરીર બધા માટે અસ્પૃશ્ય અને નફરતકારક બની જાય છે.
8.શિવપુરાણમાં પણ છે મૃત્યુના સંકેત.
શિવપુરાણમાં કેટલાક સંકેતો બતાવ્યા છે જેનાથી ખબર પડે છે કે કોઈ વ્યક્તિની મુત્યુ કેટલા સમય પછી થઈ શકે છે.શિવજીએ કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિનું શરીર અચાનક પીળો અથવા સફેદ પડી જાય છે અને ઉપરથી થોડું લાલ દેખાવાનું શરૂ થાય તો સમજવું જોઈએ કે તે વ્યક્તિનું મુત્યુ છ મહિનામાં થવાનું છે.
9.શિવપુરાણમાં પણ છે મૃત્યુના સંકેત.
ત્યાંજ જ્યારે કોઈ વ્યક્તિનું મોં, જીભ, કાન, આંખો, નાક સુન્ન થઈ જાય એટલે કે પથરાઇ જાય તો આવી વ્યક્તિના મૃત્યુનો સમય પણ લગભગ છ મહિના પછી આવવાનો છે, એવી શક્યતાઓ રહે છે.જ્યારે કોઈ વ્યક્તિ ચંદ્ર, સૂર્ય અથવા અગ્નિમાંથી ઉતપન્ન થતો પ્રકાશ પણ જોઈ શકતો નથી, તો આવી વ્યક્તિ થોડા મહિના સુધી જીવશે, તેવી શક્યતાઓ રહે છે.
10.શિવપુરાણમાં પણ છે મૃત્યુના સંકેત.
જો કોઈ વ્યક્તિ અચાનક બધું કાળું કાળું જોવા લાગે છે તો પછી આવા વ્યક્તિના મૃત્યુનો સમય ખૂબ નજીક હોય છે.જ્યારે અચાનક કોઈ વ્યક્તિનો ડાબો હાથ એક અઠવાડિયા સુધી કોઈ કારણ વગર એક ફળકતો રહે છે,તો તે સમજવું જોઈએ કે તેનું મૃત્યુ એક મહિના પછી થઈ શકે છે.જો વ્યક્તિની જીભ અચાનક ફૂલી જાય છે, દાંતમાંથી પરુ બહાર આવવા લાગે છે અને સ્વાસ્થ્ય ઘણું ખરાબ થવા લાગે તો તે વ્યક્તિનું જીવન ફક્ત છ મહિના જ રહે છે.
11.શિવપુરાણમાં પણ છે મૃત્યુના સંકેત.
જ્યારે કોઈ વ્યક્તિ પાણીમાં, તેલમાં, અરીસામાં પોતાની પડછાયો ન જોઈ શકો અથવા જો પડછાયો વિકૃત દેખાવા લાગે છે તો તે વ્યક્તિ માત્ર છ મહિનાનું જીવન જીવે છે.આવી શક્યતાઓ રહે છે.તેમાં જે લોકોની મુત્યુ એક મહિના માટે રહે છે તેઓ પોતાનો પડછાયો પણ પોતાનાથી અલગ જોવા લાગે છે.કેટલાક લોકો તેમના પડછાયાનું માથું પણ જોઇ શકતા નથી.
12.શિવપુરાણમાં પણ છે મૃત્યુના સંકેત.
જો કોઈ વ્યક્તિ ધ્રૂવ તારા જોવાનું બંધ થઈ જાય છે, તો તે વ્યક્તિ ઓછામાં ઓછા છ મહિના સુધી જીવી શકે છે.તે જ સમયે, જ્યારે કોઈ વ્યક્તિને ચંદ્ર અને સૂર્ય સાથે આકાશ પણ લાલ દેખાય છે,જેવી રીતે કાગડા અને ગીધ ઘેરાયેલા હોય છે, તે પણ મહત્તમ છ મહિના જીવન જીવી શકે છે.જ્યારે વ્યક્તિના બધા અંગો કોઈ અંગડાઈ લેવાનું શરૂ કરે છે અને તાળવું સંપૂર્ણ રીતે સુકાઈ જાય છે, ત્યારે તે વ્યક્તિ બે મહિના જીવે છે.
13.શિવપુરાણમાં પણ છે મુત્યુના સંકેત.
જો કોઈ વ્યક્તિને લીલા રંગની માખી ઘેરવા લાગે અને વધુ સમય આ માખીઓ વ્યક્તિની આસપાસ જ રહેવા લાગે તો સમજી લેવું જોઈએ કે તે વ્યક્તિનું જીવન ફક્ત એક મહીનો જ રહ્યો છે.
14.સમજદાર વ્યક્તિએ મૃત્યુનું કરવું જોઈએ આ કામ.
શ્રીમદ્ ભાગવતમાં એક સુંદર ઉપાખ્યન આવે છે.તેમાં સાત દિવસમાં તક્ષક સાપના કરડવાથી પોતાની મૃત્યુ થવાથી પૂર્વ રાજા પરીક્ષિતે શુકદેવને ઘણા પ્રશ્નો પૂછ્યા.એક પ્રશ્નમાં તે ઉત્સુકતા કરે છે કે – મૃત્યુ વખતે સમજદાર મનુષ્યએ શું કરવું જોઈએ? શુકદેવે કહ્યું – જેને વિશિષ્ટ જ્ઞાન જોઈએ છે, તેઓએ બૃહસ્પતિનું સ્મરણ કરવું જોઈએ.
15.સમજદાર વ્યક્તિએ મુત્યુનું કરવું જોઈએ આ કામ.
શુક્રદેવે જણાવ્યું કે,વિશેષ શક્તિ ઇચ્છતા લોકોનસ ચંદ્ર, બાળક થવા માટે પ્રજાપતિ, સુંદર અને આકર્ષક બનવાની ઇચ્છા માટે અગ્નિ, વીરતા માટે રુદ્ર, લક્ષ્મીની ઈચ્છા રાખતા લોકોએ માયાદેવીનું સ્મરણ કરવું જોઈએ.લાંબા આયુષ્ય માટે વૈદ અશ્વિની કુમાર, સૌંદર્ય માટે ગંધર્વ, પરિવાર સુખ માટે પાર્વતી, વિદ્યા માટે શિવનું સ્મરણ કરવું જોઇએ.
16.જ્યારે મુત્યુ સમયે તેમણે લીધું બાળકનું નામ અને થઈ ગયો ચમત્કાર.
મોતનો સમય સામે આવી ગયો હોય હતો.ખાટલામાં સુતા આજામીલ પોતાનો વીતેલો સમય યાદ કરી રહ્યો હતો.એક સુંદર સ્ત્રીના રૂપમાં મોહિત થઈને તેને પોતાની પતિવ્રતા પત્નિને છોડી દીધી.સ્ત્રીના રૂપમાં ઉલજીને બધા અનૈતિક કામ કર્યા જેથી તે પ્રસન્ન રહે.માતા પિતાના સમજાવા પર તેમનું પણ આપમાન કર્યું.
17.જ્યારે મુત્યુ સમયે તેમણે લીધું બાળકનું નામ અને થઈ ગયો ચમત્કાર.
આજામિલને તેના યુવાવસ્થા માં કરેલા બધા પાપ યાદ રહ્યા છે.અજામિલની ઊંઘી શ્વાસો ચાલવા માળી.બધા સંબંધીઓ છોકરાઓ તેના સામે આવીને બેઠા હતા.આજામિલે જોયું કે તેનો નાનો છોકરો નારાયણ પાસે નથી.તેને પોતાના નાના બાળકને બોલાવ્યો નારાયણ નારાયણ.
18.જ્યારે મુત્યુ સમયે તેમણે લીધું બાળકનું નામ અને થઈ ગયો ચમત્કાર.
એટલામાં આજામીલના પ્રાણ નીકળી ગયા.યમરાજ આજામીલની આત્માને કેદ કરીને તેમની સાથે લઈ જવા લાગ્યા,ગદા ધારણ કરેલ નારાયણ જેવા દેખાતા નારાયણના સેવક ત્યાં પોંહચી ગયા.ભગવાન નારાયણના સેવકોએ યમદૂતના કેદમાંથી આજામીલને મુકત કરી દીધા.વિષ્ણુના દૂતોએ યમદૂતને કહયું કે આજામીલને મુત્યુ સમયે તેમને પુત્ર નારાયણને બોલાવ્યો હતો.
19.જ્યારે મુત્યુ સમયે તેમણે લીધું બાળકનું નામ અને થઈ ગયો ચમત્કાર.
એટલા માટે ભૂલથી જ તેમને ભગવાન નારાયણનું નામ લીધું છે એટલા માટે આજામીલ જીવનભર કરેલા પાપોથી મુક્ત થઈ ગયા છે અને વિષ્ણુલોકમાં સ્થાનનું અધિકારી બની ગયો છે. શાસ્ત્રોમાં કહ્યું પણ છે કે જે વ્યક્તિ મુત્યુ સમયે ભગવાનનું નામ લે છે તેમને યમરાજનો ભય રહેતો નથી. એટલા માટે લોકો પોતાના બાળકનું નામ કોઈ દેવી દેવતાના નામ પર રાખે છે. ગીતા પ્રેશમાં લખેલ કલ્યાણ પત્રિકામાં આજમીલની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે.