કોરોના કાળ દરમિયાન સ્ક્રીન ટાઈમ વધવાના કારણે આંખની મુશ્કેલીઓમાં વધારો જોવા મળ્યો છે. આ સમસ્યાઓ વિશે વાત કરવામાં આવે તો શનિવાર અને રવિવારના બે દિવસની કોન્ફરન્સ યોજાવવા જી રહી છે. અમદાવાદ ઓપ્થોલ્મોલોજિકલ સોસાયટીના યજમાન પદ હેઠળ ઓલ ગુજરાત ઓપ્થોલ્મોલોજિકલ સોસાયટીની 48 મી વાર્ષિક અને પ્રથમ વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે.
આ દરમિયાન યોજાનારી કોન્ફરન્સમાં મોતિયા અને આંખના પડદાના રોગોના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ડો. જગદીશ રાણા દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોવિડ બાદ 3 થી 12 વર્ષના બાળકોમાં આંખના રોગોમાં 30 થી 50 ટકાનો વધારો નોંધાયો છે.
જ્યારે આ બાબતમાં ઓલ ગુજરાત ઓપ્થોલ્મોલોજિકલ સોસાયટીના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો. જગદીશ રાણા, ચેરમેન ડો. પરિમલ દેસાઈ અને ટ્રેઝરર ડો. ભાવિક ઝાલા દ્વારા કહેવામાં આવ્યું છે કે, આગામી શનિવાર અને રવિવારના યોજાવનાર આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ આંખના રોગો ક્ષેત્રે કાર્યરત તબીબોને આંખના રોગોની સારવાર તથા સર્જરીની પ્રક્રિયામાં નવીનત્તમ ટેક્નોલોજી અંગેની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવાનો રહેલો છે.
એક નામી ચેનલના મુજબ, આ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં રાજ્ય અને દેશના નિષ્ણાતો સિવાય બ્રાઝિલના ડો. સર્જીયો કેનબ્રાવા, ઈજિપ્તના ડો. અશરફ અર્મિયા, સિંગાપોરના ડો. સુન-ફેઈક ચી, યુએસના ડો. નિકોલ ફ્રામ, ડો. ઔદરે રોસ્ટોવ, ડો. મારિયા રોમેરો, ડો. કેવિન મિલર, જાપાનના શીન યમને અને ડો. અહેમદ દ્વારા આંખના રોગોની અત્યાધુનિક સારવાર અને સર્જરીને લઈને ઉપયોગી માહિતી આપવામાં આવશે.
જ્યારે આ કોન્ફરન્સમાં વધુમાં વધુ તબીબો ભાગ લઈ શકે તે માટે કોન્ફરન્સનું રજિસ્ટ્રેશન નિઃશુલ્ક રાખવામાં આવેલ છે. અત્યાર સુધીમાં 1500 થી વધુ આંખના તબીબો દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. આ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં મ્યુઝિકલ નાઈટનું પણ આયોજન કરવામાં આવેલ છે.
કોરોના કાળ દરમિયાન બાળકોમાં ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સના વધુ પડતાં ઉપયોગ અને આઉટડોર એક્ટિવિટીના અભાવના કારણે 3 થી 12 વર્ષના બાળકોમાં આંખને લગતા રોગોમાં 30 થી 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. ડો. જગદીશ રાણાએ કહ્યું છે કે, તેમાં બાળકોમાં આંખ સૂકી થવી અને ચશ્માના નંબર આવ્યાની તકલીફોમાં વધારો થયો છે.