દેશમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન લોકો પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે શહેરમાં કેટલાક એવામાં પણ લોકો છે જે બીજાનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકવાથી અચકાતા નથી. કંઈક એવું જ ઉદાહરણ પંકજ ગુપ્તા દ્વારા પૂરું પાડવામાં આવ્યું આવ્યું છે. જેમને નવમી વખત પ્લાઝામા દાન કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે.
ભગત સિંહ કોલોનીમાં રહેનાર અને સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીમાં એરિયા મેનેજર પંકજ ગુપ્તા (46) એ 9 મી વખત પ્લાઝમા ડોનેશન કરીને રેકોર્ડ બનાવ્યો છે. રાજસ્થાનમાં આવો પ્રથમ કેસ છે જ્યારે કોઈ વ્યક્તિએ 9 વખત પ્લાઝમા ડોનેટ કર્યું હોય અને દેશમાં પણ સંભવત: આ પહેલો કેસ હોઈ શકે છે.
અત્યાર સુધીમાં 18 લોકોના જીવ બચાવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, કહેવામાં આવી રહ્યું છે કે, પંકજ ગુપ્તા અત્યાર સુધી 18 લોકોના જીવ બચાવવાનો પ્રયાસ કરી ચુક્યા છે. શરીરમાં સતત બની રહેલી એન્ટિબોડીને દાન કરીને લોકોના જીવ બચાવવામાં મહત્વની ભુમિકા નિભાવનાર પંકજ ગુપ્તા એ અત્યાર સુધી વેક્સીન પણ લીધી નથી, જેથી તે પ્લાઝમા ડોનેટ કરતા રહી શકે. પંકજ નું કહેવું છે કે, જ્યા સુધી એન્ટિબોડી આવતી રહેશે, તે પ્લાઝમા દાન કરતા રહેશે.
ટીમ જીવનદાતાના સંયોજક અને લાયન્સ ક્લબના ઝોન ચેરમેન ભુવનેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં અનેક ડોનર્સ આવ્યા અને પોતાના કર્તવ્યનું પાલન કરી ચાલ્યા ગયા, પરંતુ પંકજ ગુપ્તાએ દર્દીઓની પીડાને સમજતા દાનનો સિલસિલો ચાલુ રાખ્યો. ભુવનેશ ગુપ્તાના જણાવ્યા મુજબ પંકજ ઘણી વખત એસડીપી અને રક્તદાન પણ કરી ચુક્યા છે.