અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને ડ્રગ્સ કેસના આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. શહેરની ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા મુંબઈથી મેફેડ્રોન (ડ્રગ્સ) સપ્લાય કેસમાં ફરાર અને મુખ્ય આરોપી મુસ્તખાન પઠાણની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીની વાત કરવામાં આવે તો પઠાણ આ વર્ષના 11 ઓગસ્ટથી ફરાર હતો, તેમ છતાં શહેર પોલીસ દ્વારા યાકુબ પલસારા અને મહોમ્મદસાદિક પઠાણ નામના બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 70 ગ્રામ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું.
જ્યારે પૂછપરછ દરમિયાન, બંને દ્વારા સ્વીકાર કરવામાં આવ્યું હતું કે, મુસ્તખાન પઠાણ ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર હતો. તેના દ્વારા શુક્રવારની સાંજે મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તેને બુધવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેન્સિસ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યા બાદ બાદ પોલીસ દ્વારા મહારાષ્ટ્ર કુરાર પોલીસની મદદથી મુસ્તખાન પઠાણની ધરપકડ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તે દરમિયાન તે બચી ગયો હતો.
ત્યાર બાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા મુસ્તખાન ગોરેગાંવ વેસ્ટમાં રહેતો હોવાની ચોક્કસ જાણકારી પ્રાપ્ત થઈ હતી અને બાદમાં તે ત્રિવેણીનગરની એક બિલ્ડિંગમાં રહેવા લાગ્યો હતો. ચોક્કસ જાણકારી બાદ પોલીસની ટીમ દ્વારા બિલ્ડિંગના 18 મા માળેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં જાણકારી સામે આવી છે કે, પોલીસની ટીમ ત્યાં પહોંચી તો તે બેડની નીચે છુપાઈ ગયો હતો.
ક્રાઈમ બ્રાંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરોપી દ્વારા આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા બંનેને ડ્રગ્સ સપ્લાય કરવામાં તેની ભૂમિકા હોવાની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.