કાળા મરી એક રહસ્યમય કહેવામાં આવે છે તો એના કેટલાય ઉપાય ચમત્કારી હોઈ છે તો આવો જ એક ઉપાય જેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે તો એવો ઉપાય જાણો
ઘરમાં સુખ-શાંતિ અને સમુદ્ઘિ માટે લોકો ઘણા ઉપાય કરતા હોય છે, તેમ છતાં જોઇએ તેવી સફળતા મળતી નથી.
જોકે અમુક એવા ઉપાયો છે જેને કરવાથી ચોક્કસથી ઘરમાં યશ અને વૈભવનો યોગ બનશે. આ માટે માત્ર રસોડામાં ઉપલબ્ધ કાળા મરીનો ઉપયોગ કરવો પડશે.
જ્યોતિષશાસ્ત્રમાં કાળા તીખા મરીના કેટલાક ઉપાયો છે જેને કરવાથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે.
જે લોકો પોતાનો પ્રેમ મેળવવા માંગે છે, તેઓએ રવિવારના દિવસે પાંચ તીખા દાણા લઇે કોઇ સુમસાન જગ્યા કે નદી પાસે લઇ જાઓ.
ત્યાં આ દાણાને માથા પરથી 21 વખત ઉતારીને ચાર દાણાને એક એક કરીને અલગ અલગ દિશામાં ફેંકી દો. હવે વધેલા મરીના દાણાને હવામાં ઉછાળીને ફેંકો.
અને આ દરમિયાન તમારા પ્રેમી અને પ્રેમિકાને યાદ કરવાનું રહેશે જેનાથી તે તમારી પાસે આવી જાય.
જો તમારુ કામ વારંવાર કોઇ કારણોસર અટકી જતુ હોય તો ઘરેથી નીકળતી વખતે મુખ્ય દરવાજા પર મરીના દાણા રાખો.
અને તેના પર પગ રાખીને પછી જ ઘરેથી નીકળો. આ ઉપાય કરવાથી તમારા કામ ચોક્કસથી પૂરા થઇ જશે.
જો કોઇ ખરાબ નજર લાગી ગઇ છે કે પછીમાં કામમાં બાધાઓ આવી રહી છે. તો ઘરના એક ખૂણામાં દીવો કરો અને તેમાં મરીના 7-8 દાણા નાખી દો, તેનાથી નજર દોષ હંમેશાને માટે દૂર થઇ જશે.
જે લોકોના કામ પૂર્ણ ના થતા હોય, તેઓએ એક લીંબુની અંદર લવિંગ નાખીને હનુમાનજીની પાસે રાખવુ જોઇએ.
આ સિવાય સાથે મરીના દાણા પણ રાખવા જોઇએ, જેથી હનુમાનજી તમામ મુશ્કેલીઓ દૂર કરી દેશે.
પોતાના ભાગ્યને ચમકાવવા માટે કપૂરની સાથે થોડા મરીના દાણાને સળગાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.
તેનાથી ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાની તમારા પર કોઇ અસર થશે નહી, તેનાથી તમારા ભાગ્યનો પણ સાથ મળશે.
મરીના દાણાથી શનિદોષ દૂર કરી શકાય છે. એક કાળા કપડામાં મરીના દાણા અને અમુક રૂપિયા રાખીને પોટલી બાંધી દો અને પોટલીને કોઇને દાનમાં આપી દો, જલ્દી જ તમને અસર દેખાવવા લાગશે.
નોકરીમાં પ્રમોશન મેળવવા માટે શનિવારના દિવસે કોઇ શનિ મંદિરમાં રાઇનુ તેલ અને મરીના દાણાનું દાન કરો. તેનાથી ગ્રહ દશા યોગ્ય બનશે અને સફળતા મળશે.
ધનપ્રાપ્તિ માટે મરીના પાંચ દાણાને માથા પર ફેરવીને ચાર રસ્તા પર જઇને અલગ અલગ દિશામાં ફેંકી દો અને પાંચમો દાણો આકાશ તરફ ફેંકો. હવે પાછળ જોયા વગર ઘરે પરત ફરો, ચોક્કસથી ધન પ્રાપ્તિ થશે.