એકતરફ કોરોનાને કારણે લોકો હેરાન પરેશાન છે તેવામાં કુંભમેળામાં લોકો જે રીતે એકઠા થયા છે તેને લઈને લોકોમાં હવે ભય ફેલાયો છે જે પણ મુસાફરો કુંભમેળામાંથી પરત ફરીને આવી રહ્યા છે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે જેમા રેલ્વે વિભાગ દ્વારા તેમનો ખાસ કોરોના ટેસ્ટ કરાવામાં આવી રહ્યો છે જેથી સંક્રમણ વધારે હદ સુધી ન ફેલાય.
34 મુસાફરો પોઝિટીવ
ગુજરાતમાં પણ હરિદ્વારથી 313 જેટલા મુસાફરો પરત ફર્યા હતા જેમનો કોરોના ટેસ્ટ કરાવામાં આવ્યો તો તેમાથી 34 જેટલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે બધાજ મુસાફરો યોગનગરી એક્સપ્રેસ દ્વારા અમદાવાદ પહોચ્યા હતા જ્યા તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાંથી 34 મુસાફરોનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો.
પોઝિટીવ દર્દીઓ ક્વોરન્ટિન
જે દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તેમને અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવે સમરસ હોસ્ટલમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે રેલ્વેના અધિકારીઓએ કીધું કે તેમણે મુસાફરોના ટેસ્ટ કરાવ્યા ત્યારે તેમાથી અમુક મુસાફરોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો જેથી બીજા પણ જેટલા યાત્રાળુંઓ હરિદ્વારથી પરત આવશે તેમનો પણ રિપોર્ટ કાઢવામાં આવશે.
બધાજ યાત્રાળુના ટેસ્ટ કરાશે
કુંભ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેના કારણે જો પોઝિટીવ દર્દીઓ હવે લોકોની વચ્ચે આવી જશે તો કોરોનાનો વિસ્ફોટ થાય તેવી સ્થિતી સર્જાઈ શકે છે જેના કારણે બસ સ્ટેશનેથી પરત આવતા દર્દીઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે સાથેજ અલગ અલગ રૂટથી જે પણ યાત્રાળુઓ કુંભ મેળામાંથી પરત ફર્યા છે તેમનો પણ ટેસ્ટ કરવામાં આવશે.
RT-PCR ટેસ્ટ કરવામાં આવશે
સમગ્ર મામલે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે પણ લોકો કુંભ મેળામાં ગયા હતા તેમને ગામ કે શહેરમાં સિધો પ્રવેશ આપવામાં નહી આવે સાથેજ જે કોઈ યાત્રાળું કુંભ મેળામાંથી પરત આવશે તેમને આઈસોલેટ પણ કરવામાં આવશે સાથેજ તેમનો RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવશે જેથી કરીને કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકી શકાય.
સંક્રમણનો ભય
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ કોરોનાને કારણે ભયંકર પરિસ્થિતી સર્જાઈ છે તેવામાં કુંભ મેળામાંથી પરત આવેલા લોકો સુપરસ્પ્રેડર બની શકે છે જેના કારણે જેટલી સંક્રમણ વધારે ફેલાયું તો અત્યારે છે તેના કરતા પણ વધારે ખરાબ પરિસ્થિતી સર્જાઈ શકે છે આજ કારણો સર જે પણ યાત્રાળુંઓ કુંભ મેળામાંથી પરત ફરી રહ્યા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.