કુવૈતમાં એક બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, 40 લોકોના મોત, ભારત સરકાર એક્શનમાં આવી

કુવૈતના દક્ષિણી મંગફમાં એક ઈમારતમાં ભીષમ આગ લાગી ગઈ. ઘટનામાં 40 ભારતીયોના મોત થઈ ગયા છે. આ આગ બુધવારે સવારે લાગી હતી. કુવૈત સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, તમામ ઘાયલોને સારવાર માટે નજીકની કેટલીય હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે, મેડિકલ ટીમો ઘાયલો માટે યોગ્ય ચિકિત્સા આપવાની પુરી કોશિશ કરી રહી છએ. આ બાજૂ ભારતીય દૂતાવાસે પણ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.

આ દુર્ઘટના પર વિદેશ મંત્રી એસ જયશંકરે એક્સ પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, આગ લાગવાની ઘટનાથી ઊંડો આઘાત લાગ્યો છે. 40થી વધારે મોત થયા છે અને 50થી વધારે લોકોને હોસ્પિટલને ભરતી કરાવ્યા છે. અમારા રાજદૂત શિબિરોમાં ગયા છે. અમે આગળની જાણકારીની રાહ જોઈ રહ્યા છે. તેમણે લખ્યું કે, તે લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. જેમણે દુખદ રીતે પોતાનો જીવ ગુમાવ્યો છે. જે લોકો ઘાયલ થયા છે, તેમને તાત્કાલિક અને પૂર્ણ સ્વસ્થ થવાની કામના કરુ છું.

ઈમારતમાં રહેતા હતા વધારે મજૂર

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આગ બુધવારે સવારે 4.30 કલાકે એક લેબર કેમ્પના રસોડામાં લાગી હતી. અમુક લોકોના મોત જોઈને એપાર્ટમેન્ટમાંથી લોકો બહાર કૂદવા લાગ્યા. જ્યારે અન્ય બળ્યા અને શ્વાસ રુંઘાવાના કારણે મોતને ભેટ્યા. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ઈમારતમાં લગભગ 195 મજૂરો હતા. તેની માલિકી એક મલયાલી બિઝનેસમેન કેઝી અબ્રાહમ પાસે છે. જો કે, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પણ હજુ અંદર અમુક લોકો ફસાયા હોવાની ખબર છે.

Scroll to Top