Madhya PradeshNews

વિચિત્ર કેસ, DNA ટેસ્ટથી ખબર પડી કે આ શ્વાનનો સાચો માલિક કોણ છે

મધ્યપ્રદેશના હોશંગાબાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં લેબ્રાડોર જાતિના એક શ્વાનના માલિકી અંગેના વિવાદમાં શ્વાનનું DNA ટેસ્ટ કરવામાં આવ્યું હતું અને આખરે તેના પરિણામો આવી ગયા છે. રિપોર્ટ શાદાબ ખાન નામના પત્રકારની તરફેણમાં આવ્યો છે અને હવે તેને ‘કોકો’ નામ તરીકે ઓળખવામાં આવશે. ગયા વર્ષે નવેમ્બરમાં બે લોકોએ શ્વાન પર દાવો કર્યો હતો અને શ્વાનએ પણ બંનેને ઓળખવાનો સંકેત આપ્યો ત્યારે પોલીસ પણ ગમગીનીમાં પડી ગઈ હતી. આ પછી પોલીસે શ્વાનનું ડીએનએ (DNA) ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો હતો.

પત્રકાર શાદાબ ખાને કહ્યું હતું કે તે આ શ્વાનને હિલ સ્ટેશન પચમઢી થી લાવ્યો હતો, જ્યારે મીડિયા સાથે સંકળાયેલા પત્રકારે જણાવ્યું કે તે શ્વાનને બબાઇથી લાવ્યો હતો. બંને સ્થળો હોશંગાબાદ જિલ્લામાં છે.

હોશંગાબાદના એસપી સંતોષસિંહ ગૌડે જણાવ્યું હતું કે DNA રિપોર્ટ આવ્યા બાદ શુક્રવારે શ્વાનને શાદાબ ખાનને સોંપવામાં આવ્યો છે. શાદાબે કહ્યું કે સાત મહિના પછી તેના શ્વાનને મેળવીને તે ખૂબ જ ખુશ છે.

નવેમ્બર 2020 માં જર્નાલિસ્ટ (પત્રકાર) શાદાબ ખાને દાવો કર્યો હતો કે ઓગસ્ટમાં તેનો શ્વાન કોકો ખોવાઈ ગયો હતો અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) ના નેતા કાર્તિક શિવહરે તેનો શ્વાન ચોરી કર્યો છે. તેને પોલીસને કહ્યું હતું કે શ્વાન શિવહરેના ઘરે છે.

તેના એક દિવસ પછી, શિવહરે કાગળો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને દાવો કર્યો કે તે શ્વાન તેનો છે અને તેનું નામ ટાઇગર છે. શિવહરે દાવો કર્યો હતો કે તેને આ કૂતરો ઇટારસી થી ખરીદ્યો હતો.

બંને પક્ષો તેમના તેમના દાવા પર અડગ હતા અને શ્વાન પણ બંનેને જાણવાનો સંકેત આપી રહ્યો હતો. રિપોર્ટ આવે ત્યાં સુધી શ્વાનને શિવહારે પાસે છોડી દેવાયો હતો. આ પછી, ડીએનએ નમૂના લઇને હૈદરાબાદની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હતા.

ગયા અઠવાડિયે, પોલીસને રિપોર્ટ મળ્યો હતો, જેમાં જાણવા મળ્યું છે કે શ્વાન ડીએનએ પંચમઢી વાળા શ્વાનથી મળતો આવે છે. જો કે પોલીસ અત્યારે આ મામલે તપાસ કરી રહી છે કે, શ્વાનને કોણે ચોરી કર્યો હતો.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker