આખી દુનિયામાં કોરોનાં નો ખૌફ દેખાઈ રહ્યો છે કોરોનાં ને લઈને ભલભલો રોજગાર ઠપ થઈ ગયો છે.દુનિયાભરમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે.કોરોનાએ દુનિયાના 140થી પણ વધારે દેશોને પોતાના ભરડામાં લીધા છે.ભારત પણ તેનાથી અછુતુ નથી રહ્યું.ભારતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો 140ને પાર કરી ગયો છે તો 3 લોકોના મોત પણ થઈ ચુક્યા છે.હવે ભારતીય સેનાનો એક જવાન પણ કોરોના વાયરસનો શિકાર બન્યો છે.સમગ્ર દેશ અને દુનિયામાં જ્યારે કોરોનાં નો કહેર છે ત્યારે હવે દેશ નો જવાન પણ આ વાઈરસ નો શિકાર થયો છે.
જે રીતે વધુ જાણકારી મળી રહી છે તે રીતે એવું જાણવા મળ્યું છે કે પિતા ને કારણે પુત્રને આ રોગ થયો હતો.સેનાના એક જવાન કોરોના વાયરસ પોઝિટિવ જોવા મળ્યો છે.આ જવાનના પિતા 27 ફેબ્રુઆરીના રોજ ઈરાનથી ભારત પાછા ફર્યા હતાં.આ જવાનની ઉંમર 34 વર્ષ છે અને તે લદ્દાખમાં ફરજ બનાવતો હતો.દેશના રક્ષક ને જ્યારે આવી કપરી પરિસ્થિતિ માંથી પસાર થવું પડે છે ત્યારે ખુબજ દુઃખ ની સ્થિતિ સર્જાઈ છે.
દેશમાં દિવસે ને દિવસે કોરોનાં ના કિસ્સાઓ માં એક એક વધારો જોવા મળે છે. જવાનના પિતાને 29 ફેબ્રુઆરીના રોજ ક્વોરેન્ટાઈનમાં મોકલવામાં આવ્યાં હતાં.તેઓ 6 માર્ચના રોજ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. આ જવાન 25 ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી રજા પર હતો અને તેણે 2 માર્ચના રોજ ડ્યૂટી જોઈન કરી હતી. જ્યારે કોઈ વ્યકતીને આ વાઈરસ લાગુ પડે છે ત્યારે તેની સાથે ખબુજ કઠિન રીતે વર્તન થાય છે. વાઈરલ ઇન્ફેક્શન હોવાથી ખુબજ સાવચેતી રાખવી પડે છે.
ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ આ જવાન ને અપાઈ રહી છે જેને સ્પેશિયલ કોરોનાં ના દર્દીઓ માટે વિકશાવવા માં આવી છે. ક્વોરેન્ટાઈન દરમિયાન જવાને પોતાના પરિવારની મદદ કરી હતી.જ્યારે જવાનના પિતામાં વાયરસ હોવાનું જાણવા મળ્યું તો જવાનને પણ 7 માર્ચ સુધી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યો. 16 માર્ચના રોજ જવાન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું.
ત્યારબાદ જવાનને એસએનએમ હોસ્પિટલમાં આઈસોલેટ કરાયો છે.જવાનની પત્ની અને બહેનને પણ ક્વોરેન્ટાઈનમાં મોકલવામાં આવ્યાં છે.એક અધિકારીના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાલમાં કોરોનાનો આ પહેલો જ કેસ છે.મિત્રો તમારે પણ આ વાઈરસથી બચવા જરૂરી તમામ પ્રયાસ કરવા જોઈએ ખાસ કરીને સેનિટાઇઝર માસ્ક વગેરે વિશે નું ધ્યાન રાખવું જોઈએ.