KarnatakaNews

મહિલા ડૉકટરે નવજાત બાળકની ચોરી કરીને 14 લાખ રૂપિયામાં વેચી દીધું

લગભગ એક વર્ષની તપાસ બાદ આખરે બેંગ્લોર પોલીસે એક વર્ષના બાળકને તેના વાસ્તવિક માતાપિતાને આપી દેવામાં આવ્યો છે. આ બાળકને એક મહિલા ડોક્ટરે 14 લાખ રૂપિયામાં એક મહિલાને તેના સેરોગેટ બાળક કહીને વેચી દીધું હતું. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ડૉકટર રશ્મિએ બેંગ્લોરની એક હોસ્પિટલમાંથી એક નવજાત બાળકને તેના જન્મના થોડા કલાકો પછી ચોરી કરી લીધું હતું અને પછી તેને એક મહિલાને તેને આ દાવા સાથે વેચી દીધુ કે તે બાળક તેના સરોગેસી થી થયું છે.

બેંગ્લોર પોલીસના ડીસીપી હરીશ પાંડેએ કહ્યું કે “મહિલાને સંપૂર્ણ ખાતરી આપવામાં આવી હતી કે આ સરોગેસીની પ્રક્રિયા દ્વારા જન્મેલ બાળક તેનું જ છે. પરંતુ અમારી તપાસમાં બહાર આવ્યું છે કે તે ખોટું બોલી રહી છે. સીધો કેસ અપહરણનો છે.

ખરેખર, વર્ષ 2019 માં, આ ડૉક્ટર (Doctor) મહિલા સાથે થઇ હતી. તે જ વર્ષે તેને સરોગેસી દ્વારા બાળક માટે સાડા 14 લાખમાં કરાર કર્યો હતો અને પતિનો સેમ્પલ લીધો હતો. વર્ષ 2020 માં, બેંગ્લોરની એક સરકારી હોસ્પિટલમાં બાળકની માતાને એનેસ્થેટિક (બેભાન) કરવાની દવા આપીને બાળકના જન્મ પછી તરત જ તેની ચોરી કરી લીધી હતી.

આના પર બાળકના ગરીબ માતા-પિતાએ તાત્કાલિક પોલીસમાં કેસ નોંધાવ્યો હતો. પોલીસે આશરે 700 લોકોની પૂછપરછ કરી. એક વર્ષની તપાસ બાદ ડૉ રશ્મિની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ બાળકને તેના વાસ્તવિક માતા-પિતાને સોંપવામાં આવ્યો.

હરીશ પાંડેએ ડૉ.રશ્મિ વિશે કહ્યું કે તે બેંગ્લોરની એક મોટી હોસ્પિટલમાં નોકરી કરી રહી હતી. તે એમબીબીએસ ડોકટર નથી પરંતુ મનોવિજ્ઞાનમાં ડોકટરેટ છે.

આ ડૉક્ટર એક સ્ત્રી હોવા છતાં તેને તેના જેવી બીજી સ્ત્રીના બાળક માટે સોદો કર્યો, પરંતુ હોની ને કોણ ટાળી શકે છે. આજે આ બાળક તેના વાસ્તવિક માતા-પિતા સાથે છે અને ડૉ.રશ્મિ જેલના સળિયા પાછળ છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker