લગ્નમાં સાળીએ જીજાજી જોડે કરી આવી હરકત, લોકો આ હરકત જોઈને થઈ ગયા હેરાન: જુવો વિડિયોમાં

જીજાજી અને સાળી વચ્ચેનો સંબંધ મોટે ભાગે આનંદથી ભરેલો હોય છે. બંને બાજુએ ઘણાં તોફાનો થાય છે. લગ્નમાં જીજાજી અને સાળી વચ્ચે મસ્તી જોક્સ બહુ સામાન્ય છે. દરેક લગ્નમાં તેમની વચ્ચે થતા ટુચકાઓ ખૂબ મનોરંજક હોય છે.

તાજેતરમાં એક એવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સાળી તેના જીજાજી સાથે આવી જ એક મજાક કરતી જોવા મળે છે. વીડિયોમાં સાળી લગ્ન સમારોહમાં તેના જીજાજીને છંછેડે છે.

વાસ્તવમાં આ ધાર્મિક વિધિમાં, સાળી ને તેના જીજાજીનું મોં મીઠું કરવા માટે મીઠાઈ ખવડાવવી પડે છે. પણ આ સાળી થોડા આગળ વધ્યા. આ ધાર્મિક વિધિમાં જીજાજી મીઠાઈ ખાવા માટે મોં આગળ મૂકે છે, ત્યારેજ સાળી પોતે મીઠાઈ ખાય છે અને ત્યાંથી નીકળી જાય છે.

નિરંજન મહાપાત્રા નામના યુઝરે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. અત્યાર સુધીમાં 12,000 થી વધુ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. સેંકડો લોકોએ આ વીડિયો પર ટિપ્પણી કરી છે અને કહ્યું છે કે આ સાળી થોડી અલગ છે.

Scroll to Top