ભોપાલમાં સગાઇ બાદ ફિયાન્સ સાથે શારીરિક સંબંધ બાંધનાર યુવતીનું મોત થતા હાહાકાર સર્જાઈ ગયો છે. સગાઇ કર્યા બાદ યુવતી તેના ફિયાન્સને મળવા માટે ભોપાલ ગઈ હતી. ત્યાં તેમણે સંમતિથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.
આ દરમિયાન યુવતીને બ્લીડિંગ શરુ થઈ જતા તેની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. આ જોઇને યુવક દ્વારા ફિયાન્સીને સારવાર માટે દવાખાન લઇ જવામાં આવી હતી, પરંતુ વધારે પડતું બ્લીડિંગ થવાને કારણે યુવતીનું મોત થઈ ગયું હતું.
યુવતીના મોત બાદ તેના ફિયાન્સની પોલીસ દ્વારા ધરપકડ કરી કસ્ટડીમાં લઇ જવામાં આવ્યો છે. આ ઘટના મધ્ય પ્રદેશના ભોપાલના કોલાર વિસ્તારમાં બની છે. જ્યારે યુવક અહીંની એક હોટલમાં કામ કરે છે અને તેની સગાઇ બાજુના વિસ્તારમાં રહેનાર યુવતી સાથે કરાઈ હતી. ટૂંક જ સમયમાં બંનેના લગ્ન પણ થવાના હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર, પાંચ સપ્ટેમ્બરના યુવતી તેના ફિયાન્સને મળવા માટે ભોપાલ પહોંચી ગઈ હતી અને આ સાંજે બંને દ્વારા શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો.
શારીરિક સંબંધ બંધાયા બાદ યુવતીને બ્લીડિંગ શરુ થઈ ગયું હતું, જેના કારણે યુવક તેની ફિયાન્સીને લઇને પાસેના એક દવાખાને લઇને ચાલ્યો ગયો હતો, પરંતુ તબિયતમાં સુધારો ના થતાં યુવતી દ્વારા બીજી હોસ્પિટલમાં તેને લઇને ચાલ્યો ગયો હતો. તેમ છતાં ત્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું. યુવતીના મૃત્યુ પહેલા તેને પોતાના વિશે જાણકારી આપી દીધી હતી, પરંતુ પોતાના ફિયાન્સ વિરુદ્ધ તે કંઈપણ બોલી નહોતી.
સ્થાનિક પોલીસ દ્વારા આ બાબતની નોંધણી કરી તપાસ શરુ કરી દેવામાં આવી છે. તેમ છતાં પોલીસ પાસે એ અંગેના પૂરાવાનો અભાવ રહેલો છે. પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આ કેસમાં પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કાયદાકીય સલાહ લીધા વગર જ કાર્યવાહી કરાશે કેમકે આ મામલો ખૂબ જ ગંભીર રહેલો છે.