નવરાત્રી બાદ હવે લગ્ન પ્રસંગને લઈને લેવાયો આ મોટો નિર્ણય

લગ્ન પ્રસંગોમાં આ અગાઉ 150 વ્યક્તિની જ મર્યાદા રહેલી હતી પરંતુ હવે તેમાં વધારો કરીને હવે 400 વ્યક્તિની છૂટછાટ અપાઈ છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારી દરેક વ્યક્તિને કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા જરૂરી છે. આવા આયોજનોમાં લાઉડસ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવું પડશે. તેની સાથે અંતિમક્રિયા-દફનવિધિમાં પણ અગાઉની 40 વ્યક્તિની મર્યાદામાં વધારો કરીને હવે 100 વ્યક્તિની મર્યાદા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રેસ્ટોરન્ટ અને રાત્રીના કર્ફ્યુંને લઈને નિર્ણય
રાજ્યમાં રેસ્ટોરન્ટને આ અગાઉ રાત્રીના 10 કલાક સુધી ક્ષમતા 60% સાથે ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમાં વધારો કરીને હવે ક્ષમતાના 75% સાથે ચાલુ રાખી શકવાની પરવાનગી આપવામાં આવી છે. રાજ્યમાં જાહેર બાગ-બગીચા અગાઉ રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતા જ્યારે હવે નવા નિર્ણયમુજબ હવે તે રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

તેની સાથે ગુજરાત સરકાર દ્વારા આ અગાઉ રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારોને લઇને કોરોના અંગેની ગાઇડલાઇન્સ અને એસઓપી અન્વયે રાત્રી કર્ફ્યૂ તેમજ અન્ય નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

તેમાં પણ જન્માષ્ટમીના દિવસે રાત્રિ કર્ફ્યૂ રાતે 1 વાગ્યે અને ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાગુ રહેશે, તેમ કહેવામાં આવ્યું હતું. તેમ છતાં ગણેશોત્સવ દરમિયાન જ નવી સરકાર દ્વારા 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂનો સમયગાળો ઘટાડીને 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો હતો.

Scroll to Top