ઘર ત્યાં સુધી મકાન રહે છે.જ્યા સુધી એમાં લોકો રહેતા નથી.એક પરિવાર જ એક મકાન ને ઘર બનાવે છે.હિન્દૂ ધર્મ વિસે વાત કરીએ તો એમાં પરિવાર ના પ્રેમ ની સાથે સાથે વાસ્તુ ને પણ ઘર ની સરળતા માં એક પરિબળ માનવામાં આવે છે.શુક્ર અને ચંદ્ર ને પ્રસન્ન કરવા માંગો છો તો ઘર માં કાળા અને વાદળી રંગ નો ઉપયોગ ન કરવો જોઈએ.સાથે એ વાત નું પણ ધ્યાન રાખો કે ઘર ના દક્ષિણ પૂર્વ ભાગ માં રસોઈ ઘર જરૂર બનાવો.સાથે રોજ કિચન માં કામ કરનારી મહિલાઓ ને કોઈ પણ કાર્ય ચાલુ કરતા પહેલા ઘર ની એજ દિશા માં દીવો જરૂર પ્રગટાવો.
ઘર માં મહિલાઓ જ હોય છે જે જમવાનું બનાવે છે.એવા માં સ્નાન કર્યા વગર કિચન માં કોઈ કાર્ય ન કરવું જોઈએ.સાથે રસોઈ માં અન્નપૂર્ણા નો ફોટો જરૂર રાખો.માં અન્નપૂર્ણાં ને રસોઈ અને ભોજન ની માતા કહેવામાં આવે છે.જેમના જમવામાં સ્વાદ હોય છે એમના માટે કહેવામાં આવે છે કે માં અન્નપૂર્ણા ની કૃપા એમના પર હોય છે.એવા માં માં અન્નપૂર્ણા ફોટો સ્થાપિત કરવાથી ઘર માં બધા લોકો સવસ્થ રહેશે અને ભોજન પર સારું બનશે.હા પણ ઘર માં ઘણી વાર એવી ભૂલો પણ થાય છે કે જેનાથી ગરીબી આવી જાય છે.તમને જણાવી દઈએ કે કઈ નાની ભૂલો છે જેનાથી ગરીબી આવી જાય છે.
આ ભૂલો ના કારણે ઘર માં આવી જાય છે ગરીબી
1 જે ઘર માં મહિલાઓ નું સન્માન નથી થતું ત્યાં શુક્ર અને ચંદ્ર ની અસુભતા ને કારણે ઘર માં ગરીબી નો વાસ હોય છે.ઘર માં મહિલાઓ ને લક્ષ્મી નો દરજ્જો આપવામાં આવે છે.જેવા માં જે ઘર માં મહિલાનું અપમાન થાય છે ત્યાં હકીકત માં લક્ષ્મી માં નું અપમાન થાય છે.એવા માં તમે કયારેય પણ સ્ત્રીઓ ને અપશબ્દો ના કહો.અને ક્યારેય એમનું અસન્માન ન કરો.
2. ઘર ની દક્ષિણ પૂર્વ ભાગ માં જેને આગણેય ખૂણો કહેવામાં આવે છે.અને જો ત્યાં પાણી ભરાતું હોય અથવા પાણી ભરેલું રાખવામાં આવે તો એનાથી વાસ્તુ દોષ ઉત્તપન્ન થાય છે.આવી પરિસ્થિતિ ઓ થી બચવાનો પ્રયત્ન કરો.
3.જો તમે કોઈ પણ કારણસર મોડી રાત સુધી જાગતા હોય તો અને સવારે મોડા ઉઠો છો તો પણ ઘર માં ગરીબી આવી જાય છે.નિયમિતતાના અભાવને કારણે, શનિ અને ચંદ્રની આડઅસરને લીધે, ઘરમાં ગરીબી આવવા લાગે છે.આને કારણે, વ્યક્તિએ સમયસર સૂવું જોઈએ અને ઉઠવું જોઈએ.
4.જો ઘર ના સભ્યો હમેશા કોઈ ની કોઈ વાત ને લઈ ને ઝગડો કરે છે તો પણ ઘર માં ગરીબી આવી જાય છે.માં લક્ષી એ ઘર માં રહેતી નથી.અને જ્યાં માણસ એકબીજા ની સાથે પ્રેમ થી રહે છે.આ ઝગડો માતા પિતા નો હોય કે પત્ની નો,કોઇ પણ પ્રકારનો ઝગડો ઘર માં ગરીબી વધારે છે.
5.ખરાબ કપડાં થી કે ગંદા વાસણ રાખવા થી અથવા ગંદગીમાં રહેવાથી માં લક્ષ્મી ગુસ્સે થાય છે.ઘર પરિવાર માં હંમેશા સાફ સફાઈ નું ધ્યાન રાખો.જે ઘર માં ગંદગી રહે છે.લક્ષ્મી માં ત્યાં પ્રવેશ નથી કરતી.
કેવી રીતે કરશો માં લક્ષ્મી ને પ્રસન્ન
1.શુક્લ પક્ષ ના શુક્રવાર ના દિવસે સાંજે સ્નાન કરી ને એક આસન પાથરો,અને તમારું મો ઉત્તર કે પૂર્વ દિશા તરફ રાખો.
2.હવે પોતાની સામેં એક સવા મીટર નું લાલા કપડું પાથરી ને એના પર શ્રી લક્ષ્મી નારાયણ ની ફોટો સ્થાપિત કરો,અને ગાયના ઘી નો દીવો પ્રગટાવો.
3. એક શુદ્ધ સ્ફટિકની માળાથી ધરિદ્રધ્વંસની નમ. મંત્ર નો 5 માળા જાપ કરો.
4.જાપ પછી ભગવાન લક્ષ્મીનારાયણ ને ગુલાબ ના ફૂલ અર્પિત કરો.