બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન,અક્ષય કુમાર સાથે તેની આગામી ફિલ્મ હાઉસફુલ 4 ના પ્રમોશનમાં આ દિવસોમાં વ્યસ્ત છે.આ દરમિયાન કૃતિએ ઇન્સ્ટાગ્રામ પર તેની એક તસ્વીર શેર કરી હતી જેમાં તે એક નવી દુલ્હનની જેવી દેખાઈ રહી છે.
અનિતા ડોંગરેએ ડિઝાઈન કરી હતી સાડી.
પ્રખ્યાત ફેશન ડિઝાઇનર અનિતા ડોંગરે દ્વારા ડિઝાઇન કરેલી આ બ્લડ રેડ કલરની આ સાડીમાં ખૂબ જ ખૂબસૂરત દેખાઈ રહી હતી કૃતિ સેનન.
સાડીના ફ્રિંજ પલ્લુએ ખેંચ્યું હતું ધ્યાન.
લાલ રંગની આ સાડીની વિશેષતા તેના પર કરવામાં આવેલી ચાંદીના રંગની સુંદર ભરતકામ અને સાડીનો ફ્રિંજ પલ્લુ.તેની આ સુંદર સાડીને કૃતિએ રેડ કલરની હેવી વર્ક વાળી ચોલી સાથે પહેરી હતી.
ચાંદબાલીથી જોવા મળી ઇનહેન્સ.
એક્સેસરીઝની વાત કરીએ તો, કૃતિએ કાનમાં ખૂબ જ સુંદર લાલ કલરનો મોટી ચાંદ બાલી પહેરી રાખી હતી અને એક હાથમાં ગોલ્ડન કલરનું વર્કવાળી જાડી બંગડી પહેરી હતી.આ ઝવેરાત પણ અનિતા ડોંગરે દ્વારા જ ડિઝાઇન કરેલી છે.
કપાળ પર લાલ રંગની બિંદી.
કૃતિએ મધ્યમ માંગ કાઢીને વાળનો ખૂબ જ સુંદર જુડો બનાવ્યો હતો.કપાળ પરની નાની લાલ બિંદી,લાઇટ મેક-અપ અને લાઇટ કલરની લાલ લિપસ્ટિક.જોવો તો કૃતિની આ લાલ સાડી તેના પર એકદમ સૂટ થઈ રહી હતી.લગ્ન પછી જો તમારી આ પહેલી દિવાળી છે,તો તમે પણ કૃતિના આ લુકને ફોલો કરી શકો છો.