Viral

લગ્નના લહેંગા અને ફુલ મેક-અપમાં પરીક્ષા આપવા પહોંચી યુવતી, Video થયો વાયરલ

એક સમય હતો જ્યારે લગ્નનો દિવસ છોકરીઓ માટે સૌથી મહત્વનો દિવસ હતો. પરંતુ સમયની સાથે મહિલાઓએ પણ તેમની પ્રાથમિકતાઓ બદલી છે અને ગુજરાતની આ કન્યા એ જ શ્રેણીની નોંધપાત્ર મહિલાઓનું અમૂલ્ય ઉદાહરણ છે. પોતાના લગ્ન હોવા છતાં શિવાંગી બગથરિયા નામની કન્યા પાનેતર પહેરીને આ પરીક્ષા આપવા પહોંચી હતી. અને લગ્ન જેટલું મહત્વ પરીક્ષાનું હોવાનું જણાવ્યું હતું.

જો કે, સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા નવા શૈક્ષણિક સત્રની સાથે BA, Bcom સહિતનાં કોર્ષની પરીક્ષાનો પ્રારંભ કરાયો છે. જેમાં 53,959 વિદ્યાર્થીઓની કસોટી આપી રહ્યા છે. આ પૈકી સૌથી વધુ 18,401 ઉમેદવારો Bcom જ્યારે BAમાં 15,056 ઉમેદવાર પરીક્ષાઓ આપી રહ્યા છે. ત્યારે આજે પોતાના લગ્ન હોવા છતાં શિવાંગી બગથરિયા નામની કન્યા પાનેતર પહેરીને આ પરીક્ષા આપવા પહોંચી હતી. તેના લગ્નના દિવસે, રાજકોટની શિવાંગી લગ્નના લહેંગા અને સંપૂર્ણ મેક-અપમાં તેના 5મા સેમેસ્ટરની પરીક્ષા આપવા માટે બગથારિયા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી અને રસ્તામાં ઘણા લોકોના દિલ જીતી લીધા. લોકોને એ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું કે એક દુલ્હન પોતાના લગ્નના દિવસે જ પરીક્ષા આપવા આવી છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક વીડિયોમાં શિવાંગી સુંદર લહેંગા, બ્રાઈડલ જ્વેલરી અને મેકઅપમાં પરીક્ષા લખતી જોઈ શકાય છે. તે પરીક્ષા ખંડમાં હાજર અન્ય વિદ્યાર્થીઓ સાથે સંપૂર્ણ એકાગ્રતા સાથે બેસી પોતાનું પેપર લખતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ વીડિયોને 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને ઘણા લોકોએ તેના પર પોતાની કોમેન્ટ કરી છે. આ વીડિયો અંગે લોકોએ અલગ-અલગ અભિપ્રાય આપ્યા છે. કેટલાકે શિવાંગીની ભાવનાની પ્રશંસા કરી તો કેટલાકે વીડિયો પર સવાલ ઉઠાવ્યા. એક યુઝરે કહ્યું કે પરીક્ષા પછી પણ મેકઅપ કરી શકાતો હતો, તો એક યુઝરે લખ્યું કે, “શિક્ષણના મૂળ કડવા હોય છે પરંતુ ફળ ખૂબ મીઠા હોય છે.”

ઉલ્લેખનીય છે કે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ પૈકી કેટલા વિધાયર્થીઓ વેક્સિનેટેડ છે અને કેટલા નથી તે અંગે કોઇ માહિતી યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ નથી. આ સાથે ઓફલાઇન પરીક્ષામાં કોઇ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થશે તો તેની જવાબદારી કોણ લે શે તે અંગે પણ સવાલો વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં સતાવી રહ્યા છે. જોકે હાલ તો છાત્રોએ તમામ સવાલો વચ્ચે પરીક્ષા આપવાનું શરૂ કરી દીધું છે. તો સદનસીબે હજુસુધી કોઈ છાત્ર સંક્રમિત હોવાનું સામે નહીં આવતા યુનિ. તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker