ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ? આજે કોરોના કેસ 3300ને પાર

વધુ એક વખત કોરોના મહામારીએ આખા ગુજરાતને ભરડામાં લઇ લીધુ છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના મહામારના કેસ સતત વધી રહ્યા છે. નવા વર્ષની શરૂઆતમાં જ કોરોના અને તેના નવા વેરિએન્ટનો રાફડો ફાટ્યો છે ત્યારે હવે દરરોજ સ્થાનિક સંક્રમણમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના કેસમાં બ્લાસ્ટ થયો છે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3350 કેસ નોંધાયા છે.

રાજયમાં છેલ્લા 24 કલામાં આવેલા પોઝિટિવ કેસથી આરોગય વિભાગમાં પણ હડકંપ મચી ગયો છે. અમદાવાદમાં શહેરમાં સૌથી વધુ 1637 કેસ નોધાયા છે. સુરત કોર્પોરેશન 630, વડોદરા કોરપોરેશન 150, રાજકોટ કોર્પોરેશન 141, આણદ 114, ખેડા 84, સુરત 60, ગાાંધીનગર કોરપોરેશન 59, કચ્છ 48, નવસારી 47, ભરૂચ 39, ભાવનગર કોર્પોરેશન 38, વલસાડ 34, વડોદરા 31, ગાાંધીનગર 26, પંચમહાલ 26, મોરબી 25, અમદાવાદ 23, જામનગર કોરપોરેશન 19, રાજકોટ 18, દેવભૂમિ દ્વારકા 17, મહેસાણા 13, દાહોદ 12,સાબરકાાંઠા 10 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 236 લોકોએ કોરોનાને મ્હાત આપી ડિસ્ચાર્જ થઇ પોતાના ઘરે ગયા છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 10994 એ પહોંચી છે. ત્યાં જ રાજ્યમાં કોરોનાથી 1 દર્દીના આજે મોત નિપજ્યા છે.રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,40,643એ પહોંચ્યો છે. હાલમાં 32 દર્દીની સ્થિતિ સારી ન હોવાથી તેઓને વેન્ટીલેટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,19523એ પહોંચી છે.

એમિક્રોનનું સ્થાનિક સંક્રણ શરૂ

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની વાત કરીએ તો રાજ્યમાં ઓમિક્રોનના આજે 50 નવા કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ 34 કેસ અમદવાદમાં નોંધાયા છે.

Scroll to Top