મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2026
MotionToday

ઘરના નળ માંથી ટપકતું પાણી આપે છે આ વાતનો અશુભ સંકેત: આજે જ ચેતી જજો..

Editor2 મિનિટ વાંચો
શેર કરો:
ઘરના નળ માંથી ટપકતું પાણી આપે છે આ વાતનો અશુભ સંકેત: આજે જ ચેતી જજો..

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના નળ કે ટાંકીમાંથી પાણી ટપકતું રહે તો તરત જ તેનું સમારકામ કરવું જોઈએ નહીંતર ઘરના પૈસા પણ પાણીની જેમ વહે છે. સાથે જ ઘરમાં પૈસા ટકતા નથી અને આર્થિક નુકસાન થવાનું જોખમ પણ છે. ઘરના નળ કે ટાંકીમાંથી પાણી ટપકવું એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

રસોડા, બાથરૂમ કે ઘરની અન્ય કોઈ જગ્યાએ લગાવેલા નળમાંથી પાણી ટપકે છે તો વાસ્તુ મુજબ અશુભ માનવામાં આવે છે. ઘરમાં સિંક અથવા બાથરૂમનો નળ અને ટાંકી બંધ કર્યા પછી પણ પાણીનું ટીપું પડવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા થાય છે. આવી સ્થિતિમાં પાણીનો બગાડ કરવો એ સારી બાબત માનવામાં આવતી નથી. વાસ્તુ અનુસાર જે ઘરમાં નળ ટપકે છે ત્યાં નકામા ખર્ચા વધારે હોય છે.

વાસ્તુ મુજબ ઘરનો રસોડાનો નળ સતત ટપકે તો તેને વધુ અશુભ માનવામાં આવે છે. હકીકતમાં, રસોડામાં અગ્નિ નો વાસ હોય છે. જ્યાં આગ અને પાણી ભેગા થાય છે, ત્યાં મુશ્કેલી અને નકામા ખર્ચમાં વધારો થવા લાગે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પાણીની ટાંકી રાખવા માટે ઉત્તર-પૂર્વ દિશા શુભ માનવામાં આવે છે. આ દિશામાં પાણીનું સ્થાન રાખવાથી ધન અને આર્થિક સમૃદ્ધિ આવે છે.

શેર કરો: