હમણાં થોડા દિવસ પહેલા અલ્પેશ ઠાકોર રાધાનપુરના તે વખતના ધારાસભ્ય રાજ્યસભામાં ક્રોસ વોટીંગ કર્યા બાદ ભાજપમાં એક કાર્યકર્તા તરીકે જોડાયા જે બાદ એમને રાધાનપુર વિધાનસભાના સભ્ય તરીકે તેઓએ રાજીનામું આપ્યું અને તેમને ફરીવાર રાધાનપુર વિધાનસભા ની ચૂંટણી લડવાનું નક્કી કર્યું.
અલ્પેશ ઠાકોરે રાધનપુરથી પેટાચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરને લઇ મોટું નિવેદન આપ્યું છે. જીતું વાઘાણીએ કહ્યું કે, અલ્પેશ ઠાકોરે રાધનપુરથી ટિકિટ માગી તે સ્વભાવિક છે. પાર્ટી પણ એ દિશામાં વિચારશે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા એટલે એમની અપેક્ષા જરૂર હોય.
અલ્પેશે કહ્યું અમારી સમજૂતી થઈ ગઈ છે.
ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ પ્રચાર શરૂ કરી દેશે. ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટથી અલ્પેશ ઠાકોર રાધનપુરમાં પ્રચારના શ્રીગણેશ કરવાના હતાં. એટલે કે ચૂંટણીની જાહેરાત પહેલા જ અલ્પેશ ઠાકોરે રાધનપુરથી લડવાના સંકેત આપી દીધા છે.
ત્યારે શંકર ચૌધરીની રાધનપુરથી ચૂંટણી લડવાની અટકળો અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું કે, શંકર ચૌધરી અને મારું મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ છે.
શંકર ચૌધરીની આશા પર પાણી ફરી શકે
મહત્વનું છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠાની વાવ બેઠક પરથી શંકર ચૌધરી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની સામે હારી ગયાં હતાં. ત્યાર બાદ કોંગ્રેસને અલવિદા કહી દેનાર અલ્પેશ ઠાકોરની રાધનપુર બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે રાધનપુર બેઠક પરથી કોંગ્રેસ તરફથી અલ્પેશ ઠાકોર ધારાસભ્ય હતાં.
આવામાં પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે સૂત્રો તરફથી કહેવાતું હતું કે રાધનપુરથી ભાજપ શંકર ચૌધરીને મેદાને ઉતારી શકે છે. પરંતુ જે રીતે હવે અલ્પેશે પેટાચૂંટણીની જાહેરાત પહેલાં જ રાધનપુરથી ચૂંટણી પ્રચાર કરી દીધો છે ત્યારે લાગી રહ્યું છે કે શંકર ચૌધરીની આશા પર પાણી ફરી શકે છે.
આગામી સમયમાં જોવાનું રહેશે કે અલ્પેશ અને શંકર ચૌધરી વચ્ચે કઈ સમજૂતી ગોઠવાય છે અને ભાજપ કયા ફોર્મ્યુલાના આધારે આ રાધનપુર જંગને પાર પાડે છે.