Food & RecipesLife Style

જાણો ફૂડ ડિલિવરી બોય્ઝ કેટલા પગાર માટે કલાકો સુધી ભૂખ્યા તરસ્યા કામ કરે છે

એવું કહેવામાં આવે છે કે શોખ તો બાપ ના પૈસે જ થાય, ત્યારે આજે એક એવા પ્રિન્સ ની વાત કરીશું જેમના શોખ, અજીબોગરીબ છે, તેમને પ્રાણીઓ,એડવેન્ચર લાઈફ,ઉપરાંત ગરીબોની મદદ કરવાની ગમે છે, એક એવા પ્રીન્સ ની વાત કરીશું જેમની લાઈફ સ્ટાઈલ જોઈને તમે દંગ રહી જશો.

પ્રિન્સના ચોંકી જવાય તેવા શોખ દુબઈના વાઈસ પ્રેસિડેન્ટ અને પીએમના દીકરા શેખ હમદાન બિન મહોમ્મદ બિન રશિદ અલ મક્તોમ (જી હા, આટલું લાંબુ તેમનું નામ છે)ની ગણતરી દુબઈના સૌથી ધનવાન લોકોમાં થાય છે.

આ પ્રિન્સ અબજો ડોલરના માલિક છે, પરંતુ તેનાથી પણ વિશેષ વાત તેમના રજવાડી શોખની છે. પ્રિન્સ હમદાન કેવી-કેવી વસ્તુઓમાં કરોડો ડોલર ચણા-મમરાની જેમ વાપરી નાખે છે તે ખરેખર નવાઈ પમાડે તેવું છે.

દુનિયાનો સૌથી મોંઘો ઊંટ રેર હોર્સ કે ડોગ બ્રિડની કિંમત લાખોમાં હોય તે તમે સાંભળ્યું હશે, પરંતુ ‘ફઝા’ ના ઉપનામથી જાણીતા આ પ્રિન્સ પાસે જે ઊંટ છે તેની કિંમત 27 લાખ ડોલર જેટલી થાય છે. આ ઊંટ એક બ્યૂટિ કોન્ટેસ્ટ જીત્યો હતો, જેમાં તેની સ્પર્ધા 17,000 ઊંટો સાથે હતી. ઊંટને તેમાં છ લાખ ડોલરનું ઈનામ મળ્યું હતું.

સ્કોટલેન્ડમાં 63,000 એકર જમીન પ્રિન્સ હઝાના પિતાએ આ જમીન ખરીદી હતી, પરંતુ હવે તેના માલિક પ્રિન્સ પોતે છે. 63,000 એકર જમીનમાં શાહી પરિવાર એક લૉજ બનાવી રહ્યો છે. તળાવની બાજુમાં બનનારા આ લૉજમાં 14 રુમ હશે. શાહી પરિવાર જ્યારે પણ સ્કોટલેન્ડ આવશે ત્યારે અહીં જ રહેશે. બાય ધ વે, દર વર્ષે શિકાર કરવા માટે તેઓ અહીં આવતા જ રહે છે.

પાણીમાં તરતી કાર કેલિફોર્નિયાની એક કંપની પાણીમાં ચાલતી કાર બનાવે છે. ‘ધ પાયથન નામની આ કાર જમીન પર 128ની, જ્યારે પાણીમાં 70ની સ્પીડ પર ચાલી શકે છે. પ્રિન્સને આ ગાડી એટલી બધી ગમી ગઈ કે તેમણે આવી છ ગાડીનો ઓર્ડર આપી દીધો. આ એક કારની કિંમત 1.50 લાખ ડોલર થાય છે, મતલબ કે આ ગાડી માટે પ્રિન્સે 8 લાખ ડોલરનો (5 કરોડ રુપિયા)ઓર્ડર આપી દીધો છે.

21 કરોડ રુપિયાનો ઘોડો 2014માં ફઝા અને તેમના પિતાએ દુનિયાનો સૌથી મોંઘો ઘોડો ખરીદ્યો હતો, જેના તેમણે 3 મિલિયન ડોલર ચૂકવ્યા હતા. આટલેથી ન અટકતા આ જ વર્ષમાં તેમણે બીજા બે ઘોડા ખરીદ્યા હતા, જેની કુલ કિંમત 3.6 મિલિયન ડોલર હતી. આમ, માત્ર એક જ વર્ષમાં તેમણે સાડા પાંસઠ લાખ ડોલર માત્ર ઘોડા પાછળ ખર્ચ્યા હતા. ફઝા પોતે આ ઘોડા પર સવારી કરે છે, અને તેમને રેસમાં પણ ઉતારે છે.

મોંઘા વિમાનો દુબઈમાં એક એરશો થયો હતો, જેમાં ફઝા અને તેમના પરિવારજનો પોતાન લાયક સારા વિમાન જોઈ રહ્યા હતા. આખરે તેમણે 40 બોઈંગ 787- 10 ડ્રીમલાઈનર્સનો ઓર્ડર આપી દીધો. આ બધા પ્લેન્સ તેઓ પોતે જ નથી વાપરવાના, પણ દુબઈમાં પોતાનો બિઝનેસ મજબૂત બનાવવા પણ યુઝમાં લેશે. આ વિમાન પાછળ તેમણે 15 અબજ ડોલરનો ખર્ચો કર્યાનું મનાઈ રહ્યું છે.

લેમ્બોર્ગિની ખાસ કાર 2014માં લેમ્બોર્ગિનીએ વેનેનો રોડસ્ટેર નામની કારના માત્ર નવ મોડેલ્સને વેચાણ માટે મૂક્યા હતા. આખી દુનિયામાં મૂકાયેલી આ નવ ગાડીમાંથી છ તો માત્ર ફઝા પાસે છે. દુબઈમાં જ્યારે પણ કોઈ કાર શો થાય ત્યારે આ કાર્સ ચોક્કસ ડિસ્પ્લેમાં મૂકવામાં આવે છે.

આ ગાડી પાછળ ફઝાએ 190 કરોડ રુપિયા ખર્ચ્યા હોવાનું મનાય છે. આ કાર 355ની સ્પીડે દોડી શકે છે. આ ઉપરાંત પ્રિન્સ બુગાતી, ફરારી, મેકલેરેન જેવી ગાડીઓની સ્પેશિયલ એડિશનની પણ માલિકી ધરાવે છે, જેમની કિંમત પણ કરોડોમાં થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker