Facebook અને Twitter પર આપમેળે વીડિયો કઈ રીતે બંધ કરવા, જાણો રીત

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે અચાનક જાહેરાતો ખાસ કરીને વીડિયો આવી જાય તો તમારી બધી મજા બગાડી જાય છે. સોશિયલ મીડિયાને પસંદ કરતા મોટાભાગના લોકો ફેસબુક અને ટ્વિટર પર વધુ સમય વિતાવે છે. યુઝર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને ફેસબુક અને ટ્વિટર નવા ફીચર્સ અપડેટ કરતા રહે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે ઉપલબ્ધ Autoplay સુવિધા ઘણા લોકો માટે ખૂબ ફાયદાકારક છે. ઓટોપ્લે ફીચર સાથે ફેસબુક અને ટ્વિટર પર એક પછી એક વીડિયો આપોઆપ પ્લે થાય છે. આ યુઝરનો સમય બગાડે છે અને મોબાઈલ ડેટાનો પણ વધુ ઉપયોગ કરે છે.

જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોઈપણ સુવિધાઓને અપડેટ કરે છે, ત્યારે તેઓ તેનો ઉપયોગ કરવા અને તેનાથી છુટકારો મેળવવા માટે ઉકેલો પણ સૂચવે છે. જો તમે પણ Autoplay જેવી જ કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો, તો તમે તેનાથી છૂટકારો મેળવી શકો છો.

ફેસબુક અને ટ્વિટર પર ઓટોપ્લે વીડિયો ફીચરને બંધ કરવાની અલગ અલગ રીતો છે. ફેસબુકમાં આ ફીચરને બંધ કરવા માટે સૌથી પહેલા ફેસબુક એપ ઓપન કરો. અહીં તમારે ઉપર જમણી બાજુએ હેમ્બર્ગ આઇકોન પર ક્લિક કરવાનું રહેશે. હવે Settings and Privacy વિકલ્પ પર ક્લિક કરો. હવે Settings પસંદ કરો અને નીચે સ્ક્રોલ કરો. હવે Preferences માં જાઓ અને Media પર ક્લિક કરો. અહીં તમને ઘણા વિકલ્પો જોવા મળશે.

Autoplay સેક્શનમાં તમને ત્રણ વિકલ્પો મળશે, જેમાં તમે Never AutoPlay ઓપ્શન ક્લિક કરશો તો વીડિયો Autoplay નહીં થાય.

Scroll to Top