જીજ્ઞેશ દાદાની આ વાત જે તમે 100 ટકા નહીં જ જાણતાં હોવ, વાંચો ક્લિક કરી

છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં જીગ્નેશ દાદા સમર્થકો અને પ્રગતિશીલ યુવાનો વચ્ચે કથાઓને લઈને ચકમક ચાલી રહી છે ત્યારે લોકોને જીજ્ઞેશ દાદા કોણ છે તે જાણવાનો ઉત્સાહ વધી ગયો છે. હાલમાં જ જીજ્ઞેશ દાદા પર 25 લાખ રૂપિયા લઈને કથાઓ કરવાનો આક્ષેપ મુકાયો છે ત્યારે હવે તેમના ભક્તો તેમનો બચાવ કરવા લાગી ગયા છે.

જિગ્નેશ દાદા ના સુવિચાર વ્હાઇટસ્પેસ અને ફેસબુકમાં ઉત્સાહ દર્શાવે છે. જિજ્ઞેશ દાદા હવે દરેક ગુજરાતી લોકોના હૃદયમાં રાજ કરે છે. તેમનું જીવંત શો લક્ષદ્વીપ ટીવીમાં આવે છે. તેમના સ્તોત્રો ખૂબ વાયરલ છે. દરેક વ્યક્તિને તેમનો કાર્યક્રમ સારો લાગે છે. તેમનો શો ગુજરાતના તમામ સ્થળોમાં છે.

જીગ્નેશ દાદા નો જન્મ માર્ચ ૨૫, ૧૯૮૬ ના રોજ, ગુજરાત રાજય ના અમરેલી જિલ્લા ના કરિયાચડ ગામ માં થયો હતો. તેમના પિતાનું નામ શંકરભાઈ છે. અને તેમની માતાનું નામ જયાબેન છે. તેમણે પણ એક ધર્મ ની બહેન છે.

તેમનાં ભક્તોના જણાવ્યા મુજબ આ એવા વ્યક્તિ છે એને યુવાનો ને પણ ભજન સાંભળતા કરી દીધા. આ વ્યક્તિ ની ઘણા લોકો એ બદનામી કરવાની કોશિશ કરી હતી પણ એમાં કોઈ સફળ ના થયું.તમને ખાસ નવાઈ લાગે તેવી વાત તે છે કે જીગ્નેશ દાદા આમ જોવા જઈએ તો એરોનોટિકલ એન્જીનીયરીંગ કરતા હતા જો કે ત્યારબાદ તેમને ભણવાનું છોડી ને કથાનું ચાલુ કર્યું હતું.

જીગ્નેશ દાદાના અમુક ભજનો ખુબજ લોકપ્રિય છે જેમાં દ્રારકા નો નાથ મારો રાજા રાણછોડ છે એને મને માયા લગાડી છે. આ ભજન આખા ગુજરાતીઓ જે વિશ્વ ના ખૂણે ખણે રહે તેમનું દિલ જીત્યું.

ગુજરાતના હાલ કથા કરવાનું પ્રમાણ વધી ગયું છે ત્યારે સૌ પોતાની યથાશક્તિ પ્રમાણે કથા કરાવે છે. હાલ રાજ્યમાં કથાકારો પણ વધી ગયા છે તેવા સંજોગોમાં હવે અમુક કથાકારો પર લાખો રૂપિયા લઈને કથા બેસાડવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતના જીજ્ઞેશ દાદા પર આ પ્રકારના આક્ષેપ મુકાતા તેઓ રડી પડ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

હાલમાં ઘણા જાગૃત યુવાનો દ્વારા કથાકારોનો તર્કબદ્ધ વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે જીજ્ઞેશ દાદાનો આ ખુલાસો કેવી અસર પાડે છે તે તો સમય જણાવશે. જીજ્ઞેશ દાદાએ કહ્યું હતું કે યજમાન દ્વારા છેલ્લા દિવસે જે આપવામાં આવે તે જ લઈને હું વહ્યો જાવ છું. મારા પિતાશ્રીને વચન આપ્યું છે કે જીવીશ ત્યાં સુધી ભાગવતને નહીં વેચું.

ઉલ્લખનીય છે કે કથાકાર જીગ્નેશ દાદાનો જન્મ 25,માર્ચ 1986 ના રોજ અમરેલીમાં થયો હતો. તેઓએ લગભગ 100 થી વધુ કથાઓ કરી છે તેમજ 150 થી વધુ એવોર્ડ મેળવેલા છે.

તેમનાં પ્રસિદ્ધ ભજનો: ભાઈ બંધી મા કૃષ્ણ ને સુદામા મળ્યા રે એને ભાઈ બંધ, દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે, તાળી પાડો તો મારા રામ ની રે બીજી તાળી નાં હોય જો, મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જજો રે

જીજ્ઞેશ દાદા ની કથા સામે યોજાશે કાયદા કથા

રાજ્યમાં ઠેરઠેર ધાર્મિક કથાકારોના રાફડા ફાટી નીકળ્યા છે ત્યારે જાગૃત પાટીદાર યુવાન અને પાટીદાર નેતા ગોપાલ ઈટાલીયા દ્વારા હવે કાયદાકથા યોજવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.આ આયોજનમાં માણસના જીવનમાં રોજબરોજ ઉપયોગી ટ્રાફિક, બેન્ક, ગ્રાહક સુરક્ષા, પોલીસ, મ્યુનિસિપાલિટી જેવા કાયદાઓના વ્યાખ્યાન કરવામાં આવશે.

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સુરતમાં યોજાશે ભવ્ય કાયદા કથા જેમા પોથીયાત્રાના બદલે સંવિધાન યાત્રા નીકળશે અને પ્રસાદીના સ્વરુપમાં કાયદાના વિવિધ પુસ્તકો આપવામા આવશે. ઉલ્લેખનીય છે કે સુરતમાં કાયદા કથા અંગે ચર્ચા કરવા માટે ફેસબુકથી અપીલ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. હવે આગામી દિવસોમાં કાયદા કથા યોજીને જનતાને જાગૃત કરવામાં આવશે.

તેઓએ કહ્યું હતું કે હું કોઈ કથાકારો નો વિરોધ કરતો નથી, પણ હું કથામાં ખોટો સમય વેડફાય રહ્યો છે એનો વિરોધ કરો છું. જો તમે ક્યારેય કાયદા ની કથા નહી સાંભળી હોય અને ભવિષ્યમાં કોઈ કચેરી માં જશો તો અટવાશો પણ કાયદો જાણતા હશો અથવા તમને કાયદા નું જ્ઞાન હશે તો તમે ક્યાય અટવાશો નહી. આ માટે કાયદા ની કથા માં જાવ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top