IndiaNews

જાણો બજેટની સારી અને ઝટકો આપનારી વાતો

કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલીએ ગુરૂવારે મોદી સરકારનું વર્તમાન વર્ષનું બજેટ રજૂ કર્યુ. જેમાં સરકારે નાગરિકો માટે કેટલીક સારા નિર્ણયો લીધા છે અને ગ્રાહકોને ઝાટકો લાગે તેવા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તો નોકરિયાત વર્ગ માટે ખરાબ સમાચાર છે, પરંતુ સરકારે 40 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્સનનો લાભ આપી નોકરિયાત વર્ગની નિરાશા ઓછી કરવાનો પ્રયાસ કર્યો છે. આ સિવાય ખેડૂતો, ગરીબ અને મધ્યમ વર્ગને રાહત મળે તેવી સરકારે જાહેરાતો કરી છે.

સારી બાબતો

  1. ખરીફ પાકના લઘુત્તમ સમર્થનની કિંમત 1.5 વધી
  2. વરિષ્ઠ નાગરિકોએ એફડી અને પોસ્ટઓફિસ ડિપૉઝીટ (50,000 રૂપિયા સુધી) પર ટીડીએસ ચૂકવવાનો રહેશે નહીં.
  3. રેલવે માટે 1 લાખ 48 હજાર કરોડ રૂપિયાની ફાળવણી,. ટ્રેક, ગ્રેજ બદલવા માટે વાપરવામાં આવશે.
  4. મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયાની રકમ લોન પેટે ફાળવવાનું લક્ષ્ય
  5. દેશમાં 99 સ્માર્ટ સીટીના વિકાસ પાછળ 2.04 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. 19,428 કરોડ રૂપિયાથી 500 શહેરોમાં પીવાના પાણીની જોગવાઈ સાકાર કરાશે.
  6. હવાઈ યાત્રાને વધુ સરળ બનાવવા એરપોર્ટની સંખ્યાને 5 ગણી વધારવામાં આવશે.
  7. 70 લાખ નવી રોજગાર ઉભી કરવાનું સરકારનું લક્ષ્ય
  8. ઈન્કમ ટેક્ષમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન હેઠળ 40,000 રૂપિયાની છૂટ મળશે.  કર્મચારીની જેટલો પગાર હશે તેમાંથી 40,000 રૂપિયાનો ઘટાડી ટેક્સ કાપવામાં આવશે.
  9. ઉદ્યોગ જગતને મોટી રાહત. 250 કરોડ સુધીના ટર્નઓવરવાળી કંપનીઓ પર 25 ટકા કોર્પોરેટ ટેક્સ લાગશે.
  10. જે શહેરોમાં આદિવાસીઓની વસ્તી 50 ટકાથી વધારે હશે તેવા વિસ્તારોમાં આદિવાસીઓ માટે આવાસીય એકલવ્ય સ્કૂલોની સ્થાપના કરવામાં આવશે. આ શાળાઓ નવોદયના આધારે લોકો રહીં શકે તેવા વિદ્યાલયનું નિર્માણ કરવામાં આવશે.
  11. 25,000થી વધારે ફૂટબોલવાળા સ્ટેશનો પર સ્કેલેટર્સ લગાવવામાં આવશે. આ સિવાય બધા રેલવે સ્ટેશનો અને ટ્રેનોને વાઈ-ફાઈ અને સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે.
  12. ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ પરિવારોને ફ્રી એલપીજી ગેસ કનેક્શન આપવાનું લક્ષ્ય. અત્યાર સુધી 5 કરોડનું લક્ષ્ય હતું.
  13. ગ્રામ્ય સ્તરે ઈન્ટરનેટના વિકાસ માટે રૂ. 10,000 કરોડ ફાળવવામાં આવશે. ગામમાં 5 લાખ હૉટસ્પૉટ બનશે. ડિજીટલ ઈન્ડિયા કાર્યક્રમ માટે 3037 કરોડ રૂપિયાની ફાળવવામાં આવ્યા છે.

બજેટમા મધ્યમ વર્ગને ઝટકો આપનારી વાતો 

  1. આવકવેરાના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટેક્સ સ્લેબમાં ફેરફાર અને ડિસ્કાઉન્ટમાં વધારો થવાની મધ્યમ વર્ગને આશા હતી.
  2. સરકારે નાણાંમાં ખાદ્ય માટે 2018-19ના જીડીપીમાં 3.5 ટકા વધારવાનો વિકલ્પ પસંદ કર્યો.
  3. મોટા કોર્પોરેટ માટે ટેક્સમાં કોઈ કપાત કરવામાં આવી નથી. જેનાથી આંતરિક રોકાણને વેગ મળે અને વધુ નોકરીઓ માટે તક મળે.
  4. કસ્ટમ ડ્યુટીમાં વધારો થયા બાદ મોબાઇલ, ટીવી મોંઘા થશે. જેની અસર સ્માર્ટ ફોન અને ટીવી પર પડશે.
  5. સરકારે સ્વાસ્થ્ય અને શિક્ષણના દરમાં 1 ટકા વધારો કરી અનુક્રમે 3 અને 4 ટકા કર્યો છે. સરકારના આ વધારાથી ઘર વપરાશના દરેક બિલની કિંમતમાં વધારો થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker