જાણો કયા સંજોગોમાં સિઝેરિયન કરાવવું જરૂરી બની જાય છે, ખાસ વાંચજો અને શેર કરજો

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

અત્યારે પહેલા કરતા વધારે નોર્મલ ડિલિવરી કરતા સીઝર વધારે થાય છે. સાચુ ને, તમે જોયું હશે કે સાંભળ્યું પણ હશે. અમુક ડૉક્ટર ઘ્વારા સીઝર નો મોહ વધુ રાખવા માં આવે છે એમને પૂરતા પૈસા લૂંટવા હોય તેટલા લૂંટાય ને અમુક ડોક્ટરો એવા હોય છે.

જે સિઝેરિયન માટે વધુ ફોર્ષ કરે છે. અમુક સારા હોય છે બને ત્યાં સુધી નોર્મલ ડિલિવરી કરાવે છે તમારે આ માહિતી ખાસ જાણવા જેવી છે ક્યાં સંજોગો માં સિઝર કરાવવું તો આવો જણાવીયે.

બાળકનો જન્મ

દરેક સ્ત્રી માટે બાળકનો જન્મ, ખાસ કરીને તે જ્યારે પહેલી વાર માતા બની રહી હોય તે ક્ષણ અદભૂત અને ડરામણી બંને હોય છે. માતા બન્યા બાદ સ્ત્રીનું જીવન બદલાઈ જાય છે. બાળકને નવ મહિના સુધી ગર્ભમાં પાળ્યા બાદ તેને જ્યારે આ દુનિયામાં લાવવાનો સમય આવે ત્યારે માતાના દિમાગમાં અનેક સવાલો રમતા હોય તે સામાન્ય છે. મને બહુ દુઃખાવો તો નહિં થાય ને? મારુ બાળક સ્વસ્થ તો હશે ને? ડિલીવરીમાં કોઈ તકલીફ તો નહિ થાય ને? અને આજકાલ દરેક માતાને એક સવાલ તો ચોક્કસ થાય છે. સિઝેરિયન થશે કે નોર્મલ ડિલીવરી?

સિઝેરિયનનું ચલણ

આજકાલ શહેરોમાં નોર્મલ કરતા સિઝેરિયન ડિલીવરીના કિસ્સા વધુ સાંભળવા મળે છે. આમ તો કુદરતે સ્ત્રીના શરીરની એવી રચના કરી છે કે એક સ્વસ્થ સ્ત્રી કોઈપણ જાતની તકલીફ વિના બાળકને યોનિમાર્ગેથી કુદરતી રીતે જન્મ આપી જ શકે છે. પરંતુ આજકાલ ઘણા મેટરનિટી હોમ કે હોસ્પિટલમાં ડોક્ટરો છેલ્લી ઘડીએ ગર્ભમાં પાણી ઓછુ થઈ ગયુ, બાળકને નાળ વીંટળાઈ ગઈ હોવાનું કે બીજા કોમ્પ્લિકેશન હોવાનું જણાવીને સિઝેરિયન ઓપરેશનના માધ્યમથી બાળકનો જન્મ કરાવી દે છે. અમુક કિસ્સામાં લેબર પેઈનથી ડરતી મહિલાઓ પહેલેથી જ ડોક્ટરને સિઝેરિયન ઓપરેશન કરવા જણાવી દે છે. તો જાણો સિઝેરિયન ઓપરેશન શું છે, તેની ક્યારે જરૂર પડે છે અને તેના સારા અને નરસા પાસા.

શું છે સિઝેરિયન ઓપરેશન?

સિઝેરિયન કે સી-સેક્શન એક એવુ ઓપરેશન છે જમાં ડોક્ટર તમારા પેટ અને ગર્ભાશય પર ચીરો મૂકીને બાળકનો કૃત્રિમ રીતે જન્મ કરાવે છે. જો પહેલેથી જ સિઝેરિયન કરાવવાનું નક્કી હોય તો તેને ઈલેક્ટિવ સિઝેરિયન કહેવાય છે. છેલ્લી ઘડીએ કરાતા સિઝેરિયનને ઈમર્જન્સી સિઝેરિયન કહેવાય છે. આવુ ઓપરેશન એ સંજોગોમાં કરાય છે જ્યારે માતા અથવા બાળક બંનેમાંથી એકના સ્વાસ્થ્યને કોઈ ખતરો જણાતો હોય.

ક્યારે કરાય છે સિઝેરિયન?

સિઝેરિયન ઓપરેશન સામાન્ય રીતે ગર્ભાવસ્થાની અવધિ પૂરી થાય એટલે અને પ્રસવની પીડા ઉપડે તે પહેલા કરવામાં આવે છે. મોટાભાગના સિઝેરિયન ઓપરેશન 37 થી 40 અઠવાડિયાની વચ્ચે કરવામાં આવે છે. મોટાભાગના ઈમર્જન્સી સિઝેરિયન ઓપરેશન પ્રસવની પીડા એટલે કે લેબર પેઈન શરૂ થાય એટલે કરવામાં આવે છે. જો પ્રેગનેન્સીમાં કોઈ કોમ્પિલકેશન ઊભા થાય તો ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં એટલે કે 28 મા અઠવાડિયા પછી ગમે ત્યારે સિઝેરિયન ઓપરેશન કરાવી બાળકનો જન્મ કરાવવામાં આવે છે.

સિઝેરિયનની ક્યારે જરૂર પડે?

સિઝેરિયન કરાવવાની સલાહ ત્યારે અપાય છે જ્યારે નોર્મલ ડિલીવરીમાં માતા કે બાળકના જીવને જોખમ હોય. અમુક વિશિષ્ટ કેસમાં ડોક્ટર પહેલેથી સિઝેરિયન કરવાનો નિર્ણય લઈ લે છે. અમુક સ્ત્રીને જેનિટલ હર્પિસ હોય તો વજાઈનલ ડિલીવરી દરમિયાન આ ઈન્ફેક્શન બાળકને લાગવાની શક્યતા રહેલી હોય છે. આવા સંજોગોમાં ડોક્ટર સિઝેરિયનની સલાહ આપે છે.

અમુક કેસમાં બાળક બ્રીચ પોઝિશન એટલે કે પગ નીચે અને માથુ ઉપરની સ્થિતિમાં અવા તો ટ્રાન્સવર્સ એટલે કે ત્રાંસી સ્થિતિમાં હોય છે. આવામાં નોર્મલ ડિલીવરી શક્ય બનતી નથી. ગર્ભમાં ત્રણ કરતા વધારે બાળક હોય તો. પ્લેસેન્ટા પ્રિવિયાની સમસ્યામાં પણ સિઝેરિયન થાય છે. આવામાં બાળકને પોષણ આપતી ગર્ભનાળ નીચે સરકી જાય છે જેથી બાળકનો બહાર નીકળવાનો રસ્તો અવરોધાઈ શકે છે.

પ્રિ-એક્લેમ્પ્સિયા જેવી સ્થિતિ જેમાં શિશુને પૂરતુ લોહી અને પોષણ ન મળતુ હોય. બાળકના હૃદયના ધબકારા અનિયમિત થઈ ગયા હોય તમારી અગાઉ ગર્ભાશયની સર્જરી અથવા એક કરતા વધારે સિઝેરિયન ઓપરેશન થઈ ચૂક્યા હોય.

ઈચ્છિત સિઝેરિયન

અમુક સ્ત્રીઓને લાગે છે કે તે પ્રસવની પીડા સહન નહિ કરી શકે. ત્યારે તે પહેલેથી જ ડોક્ટરને સિઝેરિયન કરી નાંખવાનું કહે છે. ઘણા લોકો જ્યોતિષની દૃષ્ટિએ ધાર્યા દિવસે અને સમયે બાળકનો જન્મ કરાવવા માટે સિઝેરિયનનો વિકલ્પ પસંદ કરે છે. કેટલાંક પરિવારમાં માન્યતા હોય છે કે અમુક નક્ષત્ર, અમુક ગ્રહ સ્થિતિમાં જન્મેલુ બાળક સારુ ભાગ્ય લઈને આવે છે અને તેને સારુ સ્વાસ્થ્ય તથા ધન-પ્રસિદ્ધિ મળે છે. પરંતુ કોઈપણ નિર્ણય કરતા પહેલા તેના ફાયદા અને નુકસાનનો પૂરેપૂરો વિચાર કરી લેવો જોઈએ.

ગેરફાયદા

પ્રસવની પીડા વિના શિશુની જબરદસ્તી ડિલીવરી કરાવવાનો અર્થ એ છે કે તમારુ શરીર ડિલીવરી માટે તૈયાર નથી અને તમે એ કરાવી રહ્યા છો. શિશુને જન્મ આપવો એ શરીર માટે એક મોટો પ્રયત્ન છે. આથી શરીર પ્રસવના ઘણા સમય પહેલા તેના માટે તૈયારી શરૂ કરી દે છે. કસમયે સિઝેરિયન કરાવવાથી કોન્ટ્રેક્શન્સ, વધારે પડતો બ્લડ ફ્લો, દવાઓની સાઈડ ઈફેક્ટ્સ, તાવ આવવો, ચીરાની જગ્યાએ કે આસપાસના અંગોમાં ઈન્ફેક્શન વગેરે શક્યતા વધી જાય છે. ઘણી મહિલાઓને સિઝેરિયન બાદ માથાનો અસહ્ય દુઃખાવો થાય છે. શિશુના જન્મ બાદ થોડા દિવસ સુધી માતાએ સતત એન્ટિબાયોટિક લેવી પડે છે.

સિઝેરિયનમાં પણ દુઃખાવો થાય છે

ઘણી સ્ત્રીઓ પ્રસવની પીડાથી ડરીને સિઝેરિયનનો વિકલ્પ પસંદ કરતી હોય છે પરંતુ નોર્મલ ડિલીવરીમાં પ્રસવ સમયે જેટલી હેરાનગતિ થાય છે સિઝેરિયનમાં તેનાથી ઘણી વધારે હેરાનગતિ બાળકને જન્મ આપ્યા બાદ થાય છે. આ એક મોટું ઓપરેશન છે. એનેસ્થેસિયાને કારણે તમારુ શરીર સૂન્ન થઈ જતા તમને ત્યારે દર્દ મહેસૂસ નહિ થાય પરંતુ જેમ તેની અસર ઉતરશે તેમ તમને દુઃખાવો અનુભવાશે. તમે એન્ટિબાયોટિક્સ લેશો પરંતુ થોડા દિવસો સુધી તમને અમુક હિલચાલ કરતા દુઃખાવાનો અહેસાસ થશે.

ફીડીંગ પર અસર

સિઝેરિયન કરાવનારી માતાને શરૂઆતના તબક્કામાં એન્ટિબાયોટિક લેવી જ પડે છે. આ દવા સ્તનદૂધના માધ્યમથી શિશુ સુધઈ પહોંચે છે. કુદરતી રીતે બાળકને જન્મ આપનારી માતાની સરખામણીએ સિઝેરિયન કરાવનારી માતા માટે સ્તનપાન એક મોટો પડકાર સાબિત થઈ શકે છે. તેમને ટાંકામાં દુઃખાવો અને કરોડરજ્જુમાં આપેલા ઈન્જેક્શનના કારણે બેક પેઈન થતુ હોવાથી બાળકને દૂધ પીવડાવા માટેની કમ્ફર્ટેબલ સ્થિતિ શોધવી અઘરી બની જાય છે.

પહેલા બાળકમાં સિઝેરિયન હોય તો બીજામાં?

એવી માન્યતા છે કે પહેલી વાર સિઝેરિયનથી બાળકને જન્મ આપનાર માતાની બીજી ડિલીવરી પણ સિઝેરિયનથી જ થાય છે. પહેલીવાર સિઝેરિયન કરાવ્યા બાદ બીજી વાર નોર્મલ ડિલીવરી કરવામાં ઘણી સ્ત્રીઓ સફળ રહે છે. આથી શક્ય હોય ત્યાં સુધી સ્ત્રીઓએ નોર્મલ ડિલીવરીનો જ આગ્રહ રાખવો. ડોક્ટર સાથે વાત કર્યા પછી જ નિર્ણય કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here