IndiaNews

દેશનું સૌથી જૂનું અને ચર્ચિત અર્ધલશ્કરી દળ ‘આસામ રાઈફલ્સ’ હવે ચર્ચામાં કેમ છે – જાણો વિગતે

લશ્કરી દળ જવાનો માતે દેશ ના દરેક વ્યક્તિના દિલમાં પ્રેમ હોય છે પરંતુ અહીં મળતી માહિતી મુજબ આ એક લશ્કરી દળ કારણોસર ચર્ચામાં છે તો આવો જાણીએ શુ છે તે ચર્ચા. આસામ રાઇફલ્સનું સંપૂર્ણ નિયંત્રણ ગૃહ મંત્રાલયને સોંપવાના પ્રસ્તાવનો ભારતીય સેનાએ ઉગ્ર વિરોધ કર્યો છે.

સેનાનું કહેવું છે કે, આ પરિવર્તનથી ચીન સાથેની સરહદની દેખરેખના કામમાં ગંભીર સંકટ ઉભું થશે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ દેશનું સૌથી જૂનું અર્ધલશ્કરી દળ ચર્ચામાં આવ્યું છે. આસામ રાઇફલ્સનું સંપૂર્ણ નિયંત્રણ ગૃહ મંત્રાલયને સોંપવાનો વિરોધ. આ પરિવર્તનથી ચીન સાથેની સરહદની દેખરેખના કામમાં ગંભીર સંકટ ઉભું થશે.

ભારતીય સેના.દેશના સૌથી જૂના અર્ધલશ્કરી દળની રચના વર્ષ 1835 માં અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી. આ દળે તેની સ્થાપનાના સમયથી અત્યાર સુધીમાં તેની ભૂમિકા, રચના અને કાર્યની દ્રષ્ટિએ ઘણા ફેરફારો જોયા છે.

નાની શરૂઆત કર્યા બાદ આસામ રાઇફલ્સ આજે દેશના શ્રેષ્ઠ સંગઠનોમાં સામેલ થયું છે. આસામ રાઇફલ્સના ગઠનથી અત્યાર સુધીમાં તેના માળખામાં થયેલા પરિવર્તનોની રસપ્રદ વિગતો પર એક નજર કરીએ. 1835 માં અંગ્રેજો દ્વારા રચાયું દળ, વારંવાર બદલવામાં આવ્યું નામ, દેશના સૌથી જૂના અર્ધલશ્કરી દળની રચના વર્ષ 1835 માં અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી.

એ વખતે તેનું નામ ‘કછાર લેવી’ હતું. તેની રચના સમયે તેમાં 750 જવાન હતા અને તેમનું કામ ફક્ત આસામના બગીચાઓ અને તેમની સંપત્તિઓને આદિવાસીઓના હુમલાઓથી સુરક્ષિત રાખવાનું હતું. થોડા થોડા સમયે તેનું નામ બદલાતું રહ્યું.

1883માં આસામ ફ્રન્ટિયર પોલીસ, 1891 માં આસમ સૈન્ય પોલીસ, 1913 માં પૂર્વી બંગાળ અને આસામ સૈન્ય પોલીસ નામ રખાયું અને છેવટે 1917 માં આસામ રાઇફલ્સ નામ આપવામાં આવ્યું હતું. અનેક યુદ્ધોમાં ભજવી અગત્યની ભૂમિકા, રોમાંચક છે સાહસ અને શૌર્યનો ઈતિહાસ, આસામ રાઇફલ્સ અને તેના પુરોગામી યુનિટોએ બંને વિશ્વયુદ્ધ સહિત અનેક મોટી લડાઇમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઘણી બટાલિયનના સૈનિકોને ગોરખા રેજિમેન્ટ હેઠળ યુદ્ધ માટે યુરોપ મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેમનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું હતું અને અહીંથી આ દળનું નામ આસામ રાઇફલ્સ રાખવામાં આવ્યું.

ઘરઆંગણે આ દળની અસલી પરીક્ષા કુકિ વિદ્રોહીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં થઈ હતી. તે સમયે આસામ રાઇફલ્સની પાંચમી બટાલિયનની સ્થાપના લોખરા ખાતે કરવામાં આવી હતી. ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધમાં જ્યારે જાપાનીઓએ દક્ષિણ પૂર્વ એશિયાને કચડી નાખ્યું ત્યારે બ્રિટીશ ઈન્ડિયાનો પૂર્વી છેડો અસુરક્ષિત બન્યો હતો. સૌથી પહેલા આસામ રાઇફલ્સને બર્મા (હાલના મ્યાનમાર) માં નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી સોંપવામાં આવી હતી.

જવાનોએ પ્રશંસનીય કાર્ય કર્યું હતું. જ્યારે યુદ્ધ આસામમાં પહોંચ્યું ત્યારે પણ આ દળના સૈનિકોએ અભૂતપૂર્વ સાહસ અને શૌર્યનો પરિચય આપ્યો હતો. 1947 માં વસાહતી દળથી રાષ્ટ્રીય દળમાં તેનું પરિવર્તન થયું. સ્વતંત્રતા મળ્યા બાદ ત્રિપુરા અને નાગાલેન્ડમાં ઉદભવેલા પડકારોનો સામનો કરવામાં આસમ રાઇફલ્સની મુખ્ય ભૂમિકા હતી.

1962 માં ભારત-ચીન યુદ્ધ દરમિયાન ચીની સૈનિકોએ ઉત્તર-પૂર્વના ઘણા વિસ્તારો પર કબજો જમાવવાનું શરૂ કર્યું હતું. ત્યારે ચીની સૈનિકોને આગળ વધતા અટકાવવા માટે આસામ રાઇફલ્સના જવાનોને સરહદ પર તહેનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડિસેમ્બર, 1988 થી લઈને ફેબ્રુઆરી, 1990 દરમિયાન શ્રીલંકામાં ‘ઑપરેશન પવન’ દરમિયાન આસામ રાઇફલ્સની ત્રણ બટાલિયન તહેનાત કરવામાં આવી હતી. હાલમાં તેની 48 બટાલિયન છે અને તેમાં 55 હજાર જવાનો છે.

કોના નિયંત્રણમાં છે આસામ રાઇફલ્સ અને જેનો વિરોધ થાય છે તે પ્રસ્તાવમાં આખરે શું છે, આસામ રાઇફલ્સ પરનું વહીવટી નિયંત્રણ ગૃહ મંત્રાલય પાસે છે, જ્યારે તેનું સંચાલન નિયંત્રણ સેના હેઠળ છે. ગૃહ મંત્રાલયના પ્રસ્તાવમાં આસામ રાઇફલ્સને ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) માં વિલય કરવાની અને તેના તમામ ઑપરેશનલ કંટ્રોલને ગૃહ મંત્રાલયના અધિકાર હેઠળ લાવવાનું કહેવામાં આવ્યું છે. સેનાએ આ પ્રસ્તાવ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તેનો ઉગ્ર વિરોધ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker