આખરે કેમ ઉછળ્યા લીંબુંના ભાવ! જાણો મસમોટું કારણ

આ દિવસોમાં દેશના મોટાભાગના શહેરોમાં શાકભાજીના ભાવમાં ઝડપથી વધારો થયો છે. આ બધાની વચ્ચે લીંબુના ભાવે સૌનું ધ્યાન ખેંચ્યું છે. લીંબુનો ભાવ 350-400 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. લીંબુના વધેલા ભાવથી માત્ર ગ્રાહકો જ નહીં પરંતુ દુકાનદારોને પણ અસર થઈ છે. પરંતુ આખરે એવું તો શું થયું કે લીંબુના ભાવ અચાનક આસમાને પહોંચવા લાગ્યા.

આ કારણથી જ લીંબુ મોંઘા થઈ રહ્યા છે

સમગ્ર દેશમાં લીંબુની અછત છે. સૌથી મોટું કારણ એ છે કે દેશના જે ભાગોમાં લીંબુનું મોટા પાયે ઉત્પાદન થાય છે તે આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. ગરમીના કારણે લીંબુના ઉત્પાદનને અસર થઈ છે. લીંબુના ફળ શરૂઆતના દિવસોમાં જ નાશ પામી રહ્યા છે, જેના કારણે ઉત્પાદન પર અસર પડી રહી છે. ભારે પવન અને ગરમીના કારણે લીંબુના ફૂલ ખરી રહ્યા છે જેના કારણે ઉત્પાદન પર અસર પડી રહી છે.

આ પણ એક મોટું કારણ છે

ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા વિસ્તારોમાં લીંબુની ખેતી મોટા પાયે થાય છે. આ વિસ્તારોમાં ગરમી પડી રહી છે. ગરમીના કારણે ઉત્પાદનને અસર થઈ છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે ટ્રાન્સપોર્ટ ચાર્જમાં વધારો થયો છે. એક તરફ લીંબુની અછત અને બીજી તરફ ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં વધારો, બંને મોંઘવારી માટે જવાબદાર છે.પેટ્રોલ ડીઝલના વધતા ભાવ
કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી આવતા લીંબુની મોંઘવારી માટે ડીઝલના ભાવ પણ મોટાભાગે જવાબદાર છે. ડીઝલના ભાવમાં વધારાને કારણે માલભાડામાં પણ 15%નો વધારો થયો છે. તેનાથી લીંબુના ભાવ બમણા થઈ ગયા છે.

Scroll to Top