લાલ અને લીલા રંગ વચ્ચે ભેદ ન કરી શકનાર દર્દીઓ માટે વૈજ્ઞાનિકોએ બનાવ્યા લેંસ, આ રંગો ઓળખવામાં કરશે મદદ

સંયુક્ત અરબ અમીરાત અને બ્રિટનના વૈજ્ઞાનિકોએ રંગ અંધત્વવાળા દર્દીઓ માટે કોન્ટેક્ટ લેન્સ બનાવ્યો છે. રંગ અંધત્વવાળા દર્દીઓ લાલ અને લીલા વચ્ચેનો તફાવત પારખી શકતા નથી. નવા લેન્સ દર્દીને લાલ અને લીલા વચ્ચેનો તફાવત કરવામાં ઘણી હદ સુધી મદદ કરશે. વૈજ્ઞાનિકો કહે છે કે, લેન્સમાં ગોલ્ડ નેનોપાર્ટિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે લાલ અને લીલાને ઓળખવામાં મદદ કરે છે.

ટૂંક સમયમાં શરૂ થશે ક્લિનિકલ ટ્રાયલ

અબુ ધાબીની ખલીફા યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયર અહેમદ સાલિહ કહે છે કે રંગ અંધત્વવાળા દર્દીઓ લાલ રંગના કાચના ચશ્માં પહેરે છે જેથી તેમને રંગ થોડો ઘણો બરોબર જોઈ શકે. આ રોગની કોઈ સારવાર ન હોવા છતાં, આ લેન્સ અસરકારક સાબિત થઈ શકે છે. તેને સરળતાથી લગાવી શકાય છે.

શું હોય છે રંગ બ્લાઈંડનેસ

રંગ અંધત્વવાળા દર્દીઓમાં આ સમસ્યા જન્મજાત હોય છે. જે પેઢી દર પેઢી પરિવારના સભ્યોને હોઈ શકે છે. તેના કિસ્સા 8 ટકા પુરુષોમાં અને સ્ત્રીઓમાં 0.5 ટકા જોવા મળે છે. હજી સુધી આ રોગનો કોઈ ઈલાજ શોધી શકાયો નથી.

લેંસ માં નુકસાન ન પહોંચાડતા કેમિકલ્સ

એસીએસ (ACS) નેનો જર્નલમાં પબ્લિશ સંશોધન મુજબ, લેન્સમાં કોઈ એવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જે આંખોને નુકસાન પહોંચાડે. તેમાં મિક્સ ગોલ્ડ નેનોપાર્ટિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે નોટોક્સિક છે.

Scroll to Top