ખોડલધામમાં પાટીદાર સમાજની મહત્વની બેઠક, આગામી ચૂંટણીને લઈને નરેશ પટેલનું મોટું નિવેદન….

કાગવડ સ્થિત ખોડલધામમાં લેઉઆ અને કડવા પાટીદાર સમાજની બેઠકને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકોટના કાગવડ ખાતે પાટીદાર અગ્રણીઓની છેલ્લા 2 કલાકથી બેઠક યોજાઈ હતી. 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે પાટીદાર અગ્રણીઓ રાજકોટના કાગવડ ખાતે ખાસ બેઠક યોજી છે. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.

નરેશ પટેલે જણાવ્યું કે વર્ષ 2022માં પાટીદાર મુખ્યપ્રધાન બને તેવી સમાજની ઇચ્છા છે. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યં કે પાટીદાર સમાજ ઘણો મોટો સમાજ છે, દરેક પક્ષમાં પાટીદાર સમાજના લોકો છે ત્યારે હવે પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેમ મળે ન મળે. પોતાના સમાજમાંથી મુખ્યપ્રધાન હોય તેવું કોણ ન ઇચ્છે. તેમણે કહ્યું કે રાજકીય રીતે પાટીદારોને મહત્વ મળવું જોઇએ. નરેશ પટેલે જણાવ્યું કે આમ આદમી પાર્ટી જે રીતે કામ કરે છે તેના કારણે તેને ગુજરાતમાં ફાયદો થઇ શકે છે.

નરેશ પટેલે આમ આદમી પાર્ટીને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું કે, ઇતિહાસ જેમ કહીં રહ્યો છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી. પરંતુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જે રીતે કામગીરી કરી રહી છે. પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલા પ્રયોગ સફળ થઈ રહ્યા છે. તો મને લાગે છે કે, આગામી ચૂંટણીમાં કદાચ આમ આદમી પાર્ટીને ફાયદો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, હાલ ખોડલધામ ખાતે પાટીદાર આગેવાનો પહોંચી ચૂક્યા છે અને ખોડલધામ મંદિર ટ્રસ્ટના નરેશ પટેલની ઉપસ્થિતિમાં બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં 2022 ની ગુજરાતની ચૂંટણીઓ વિશે પાટીદાર સમાજના રોલ વિશે ચર્ચા થશે.

બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટતા જ 2022 ની ચૂંટણીઓ માટે રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે. 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આજે જોવા મળશે. ખોડલધામ ખાતે આજે પાટીદાર સમાજની આજે બેઠક મળનાર છે. જેની ગુજરાતની રાજનીતિ પર આ બેઠકની મોટી અસરો જોવા મળશે. આ બેઠકને પગલે અનેક રાજકીય તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. ત્યારે આ મુલકાતથી ગુજરાતની રાજનીતિમાં ઉથલપાથલની શક્યતા છે.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઉંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજનો મુખ્યમંત્રી હોય.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ પાટીદારો એક મંચ પર જોવા મળ્યા હતા. આ વર્ષની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જાન્યુઆરી 2021માં ઊંઝા ઉમિયાધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એક જ મંચ પર આવ્યા હતા. ત્યારે વર્ષમાં બીજીવાર તેઓ એક મંચ પર જોવા મળશે.

આ પાટીદાર આગેવાનો બેઠકમાં કોણ કોણ હાજર નરેશ પટેલ (ચેરમેન ખોડલધામ), રમેશ ટીલાળા (ટ્રસ્ટી,ખોડલધામ), દિનેશ કુંભાણી (પાટીદાર આગેવાન, અમદાવાદ), દિલીપ નેતાજી (ઉંઝા ઉમિયા), રમેશભાઇ દુધવાલા (પાટીદાર આગેવાન), વાસુદેવ પટેલ (પાટીદાર આગેવાન), હંસરાજભાઇ ધોરૂ કચ્છ (કચ્છ પાટીદાર આગેવાન), લવજીભાઇ બાદશાહ (ઉધોગપતિ અને સમાજના આગેવાન, સુરત), મૌલેશભાઇ ઉકાણી (ઉધોપતિ, રાજકોટ), જેરામબાપા પટેલ (સિડસર ધામ અને સૌરાષ્ટ્ર કડવા પાટીદાર આગેવાન), આર.પી.પટેલ (વિશ્વ ઉમા સંસ્થાન), બી.એસ.ઘોડાસરા (નિવૃત અધિકારી અને આગેવાન).

Scroll to Top