લગ્ન ની હા પડતાં પહેલા છોકરીઓ છોકરાઓમાં આ, લક્ષણો શોધતી હોઈ છે.જાણો વિગતે.

યુવકોના આ એક લક્ષણોના કારણે યુવતીઓ લગ્ન માટે લે છે ‛હા’ કે ‛ના’ નો નિર્ણય,તમે નહીં જાણતા હોય આ લક્ષણો જાણો વિગતે..

દરેક સમાજમાં દરેક વ્યક્તિના લગ્ન થાય છે,આપણા સમાજમાં લગ્નનું ખાસ મહત્વ છે. લગ્ન સંબંધ સૌથી વધારે પવિત્ર સંબંધ માનવામાં આવે છે.

બે વ્યક્તિ એકબીજા સાથે જીવનભર રહેવાનો નિર્ણય કરે છે ત્યારે સમાજમાં તેના લગ્ન કરાવવામાં આવે છે. લગ્નગ્રંથીથી જોડાઈ યુગલ એકબીજા સાથે સુખમયી જીવન જીવે છે.

અને એકબીજાનો સાથે સુખદુખમાં પણ નિભાવવાનો સંકલ્પ કરે છે. આ નિર્ણય જીવનભરનો હોવાથી જીવનસાથીની પસંદગી પણ યુવક અને યુવતીઓ ગંભીરતાથી કરે છે.

અને તેના પાર્ટનર કેવો છે એ નીક્કી કરે છે, પાર્ટનરની પસંદગી કરતી વખતે ઘણી બાબતો ધ્યાનમાં રાખે છે, પાર્ટનરની પસંદગી કરતી વખતે યુવતીઓ કઈ કઈ વાતોનું ધ્યાન રાખે છે જાણી લો આજે…

આત્મવિશ્વાસનું સ્તર.

આત્મવિશ્વાસ દરેક વ્યક્તિમાં હોવો જરૂરી છે,જે વ્યક્તિમાં આત્મવિશ્વાસ નથી હોતો એ જિંદગીમાં કાઈ પણ નથી કરી શકતો,આત્મવિશ્વાસને સૌથી વધારે મહત્વ યુવતીઓ આપે છે.

એક સર્વે અનુસાર આત્મવિશ્વાસની ખામી જેમના વ્યક્તિત્વમાં હોય તે જીવનની સમસ્યાઓને દૂર કરવામાં નબળા પડે છે.

આવા પાર્ટનર સંવાદ કરવાનું પણ ટાળે છે અને તેઓ પોતાના સંબંધને લઈ અસુરક્ષિત હોય છે. આવા લોકો ફરિયાદ કરતા પણ ડરે છે.

પાર્ટનર જ્યારે ચર્ચા કરવાનું ટાળે તો તેમાં આત્મવિશ્વાસની ખામી હોય છે અને તેની અસર દાંપત્યજીવન પર થઈ શકે છે.એટલા માટે દરેક વ્યક્તિમાં આત્મવિશ્વાસ નું સ્તર ઊંચું હોવું જરૂરી છે.

મિત્રો અને શોખનો અભાવ.

દરેક વ્યક્તિને મિત્રો તો હોયજ છે,પરંતુ સોખનો અભાવ ઘણા વ્યક્તિઓમાં જોવા મળે છે,મિત્રો ન હોય, પાર્ટીમાં મિત્રોને આમંત્રણ ન આપે, હંમેશા એકલા રહેવાનું પસંદ કરે તેવા વ્યક્તિ અસુરક્ષિત હોય છે.

આવા પાર્ટનરને પસંદ કરવાનું યુવતીઓ મોટાભાગે ટાળે છે.કારણ કે આવા પાર્ટનર ને પસંદ કરીને યુવતીઓ ખુબજ પસ્તાય છે,એટલા માટે યુવતીઓ આવા વ્યક્તિઓ ને પાર્ટનર પસંદ કરતાં નથી.

અતિ ઈમોશનલ.

આજના યુગની યુવતીઓ ખુબજ બદલાઈ ગઈ છે,આજની યુવતીઓ પોતાના પાર્ટનર પસંદ કરતાં પહેલાં ખુબજ વિચારે છે,મોટાભાગની યુવતીઓ અતિ ઇમોશનલ હોય તેવા પાર્ટનરને પસંદ કરતી નથી.

વખાણ કરે તે પાર્ટનર યુવતીઓને પસંદ હોય છે પરંતુ વખાણ કરતાં કરતાં અતિ ભાવુક થઈ જાય, વારંવાર પુછે કે તે તેને પ્રેમ કરે છે કે નહીં, તેને છોડીને જતી તો નહીં રહેને તેવા પ્રશ્નો કરતાં પાર્ટનર અસુરક્ષાની લાગણીથી પીડિત હોય છે.

આ અસુરક્ષા દાંપત્યજીવન માટે જોખમી સાબિત થાય છે.એટલા માટે અતિ ઇમોશનલ પાર્ટનર પસંદ કરવાનું મોટાભાગની યુવતીઓ ટાળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top