LIC ના શેરે રોકાણકારાનો આપ્યો મોટો ઝટકો, 9 ટકા શેર તૂટ્યો

દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)એ શેરબજારમાં એન્ટ્રી કરી છે. દેશનો સૌથી મોટો IPO BSE અને NSE પર 8 થી 9 ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો હતો. અગાઉ નિષ્ણાતોએ પણ ડિસ્કાઉન્ટ સાથે LICના શેરના લિસ્ટિંગની આશા વ્યક્ત કરી હતી.

વીમા કંપનીના શેરના દેખાવે પહેલા જ દિવસે રોકાણકારોને નિરાશ કર્યા હતા. LICનો શેર BSE પર રૂ. 81.80 (8.62% ઘટીને)ના ડિસ્કાઉન્ટ સાથે રૂ. 867.20 પર લિસ્ટ થયો હતો. ત્યાં જ આ શેર NSE પર રૂ. 77ના ડિસ્કાઉન્ટ સાથે રૂ. 872 પર લિસ્ટ થયો હતો.

સરકારને રૂ. 20,557 કરોડના આ IPO માટે સ્થાનિક રોકાણકારો તરફથી બમ્પર પ્રતિસાદ મળ્યો છે. આ શેર માટે સરકારે પ્રાઈસ બેન્ડ રૂ. 949 પ્રતિ શેર નક્કી કરી હતી. LIC પોલિસીધારકો અને છૂટક રોકાણકારોને શેર દીઠ અનુક્રમે રૂ. 889 અને રૂ. 904 ફાળવવામાં આવ્યા હતા.

થોડા સમય પછી થોડી રિકવરી

જો કે, લિસ્ટિંગના થોડા સમય પછી શેરમાં રિકવરી જોવા મળી અને તે રૂ. 918ના સ્તરે ગયો. તમને જણાવી દઈએ કે રોકાણકારોએ આ સ્ટૉકમાં 9 મે સુધી પૈસા રોક્યા હતા. આ પછી 12 મેના રોજ બિડર્સને શેરની ફાળવણી કરવામાં આવી હતી. આ માટે પ્રતિ શેર 902-949 રૂપિયાની વચ્ચે પ્રાઇસ બેન્ડ રાખવામાં આવી હતી.

Scroll to Top