Food Habits: દિવસનું ફર્સ્ટ મીલ એટલે કે બ્રેકફાસ્ટ હેલ્દી હોવું જોઈએ, એતો સૌ કોઈ જાણે છે. કારણ કે સવારે આપણું પેટ ખાલી હોય છે અને આપણે જે પણ ખાઈએ છીએ, તે સીધું આપણી પાચન ક્રિયાને અસર પાડે છે. સવારે ખાવાથી આપનો દિવસ કામમાં ઊર્જા આપે છે અને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. ન્યૂટ્રિશન રિચ અને લાઈવ વેટ ખાવાનું જ્યાં આપના સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે. ત્યાં ખાલી પેટ અમુક એવી વસ્તુ છે, તે એસિડિટીનું કારણ બને છે. જેના કારણે આખો દિવસ હેરાન થવું પડે છે.
સવારે ઉઠ્યા બાદ સૌથી પહેલા પાણી પીને દિવસની શરુઆત કરવાની સલાહ આપવામાં આવે છે, કેમ કે તેનાથી ટોક્સિન બહાર કાઢવામાં મદદ મળે છે. ત્યાર બાદ અમુક એવી વસ્તુ છે, જેને ખાવી જોઈએ નહીં. તો આવો જાણીએ સવારે ખાલી પેટ કેમ ન આ વસ્તુઓ ખાવી જોઈએ.
ચા કોફીનું કલ્ચર
ભારત જ નહીં પણ દુનિયાભરમાં ચા અને કોફીના લવર્સની કમી નથી. લોકો સવારે લેઝીનેસ ઉતારવા માટે દિવસની શરુઆત એક કપ ચા અથવા કોફીથી કરતા હોય છે. જો કે ખાલી પેટ ચા અને કોફી પીવાથી એસિડની માત્રા વધી જાય છે. જેનાથી આપને એસિડ રિફલક્સ થઈ શકે છે. જેનાથી છાતીમાં બળતરા, ખાટા ઓડકારા અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
પેસ્ટ્રીઝ અને શુગરી કેરલ્સ ન ખાવી જોઈએ
મોર્નિંગમાં લોકો પોતાના બ્રેકફાસ્ટમાં બ્રેડ, પેસ્ટ્રીઝ અથવા મીઠી વસ્તુઓ ખાવી જોઈએ નહીં. હકીકતમાં જોઈએ તો, ખાલી પેટ રિફાઈંડ કાર્બ અને મીઠી વસ્તુઓ ખાવાતી બ્લડ શુગર સ્પાઈક થઈ શકે છે. જેના કારણે લંચ પહેલા આપને સુસ્તી અનુભવાશે. દિવસમાં એનર્જી બની રહે તેના માટે બ્રેકફાસ્ટમાં એવા ફુડ્સ ખાવા, જેમાં ભરપૂર પ્રોટીન અને ફાઈબર હોય.
તળેલી વસ્તુઓ
ભારતીય ઘરોમાંસ વારે પુરી ભાજી, બટાટા, કોબીજ પરાઠા, પકોડા જેવી વસ્તુઓ લોકોને ફેવરીટ નાશ્તા છે. પણ ખાલી પેટ ફેટીવાળી વસ્તુઓ ખાવાથી તેને પચાવવું મુશ્કેલ થઈ જાય છે. જેના કારણે આપને આંચકી, પેટમાં ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેના કારણે સવારે નાશ્તામાં દલિયા, ઓટમીલ, ઈંડા જેવી વસ્તુઓ ખાવી જોઈએ.
વધારે મસાલા અને સ્પાઈસી ફુડ્સ
સ્પાઈસી ડિશેસ વધારે લોકોને ખૂબ જ પસંદ આવે છે. પણ ખાલી પેટ મસાલેદાર સ્પાઈસી ખાવાનું આપના પાચન તંત્ર માટે નુકસાનદાયક હોય છે. જો તમે પણ એ લોકોમાંથી હોવ તો તીખા ખાવાનું વધારે પસંદ હોય છે. તો સવારે ખાલી પેટ તેને ન ખાતા. તેની જગ્યાએ ઓછા મસાલા અને ઓછું તેલવાળું ખાવાનું રાખો.
નાશ્તામાં ફ્રુટ ખાવા એક સારો ઓપ્શન છે. પણ જ્યારે તમારે ખાલી પેટ જ્યૂસ પીશો તો તેની અસર આપની ડેન્ટલ હેલ્થ પર ખરાબ અસર થઈ શકે છે. આ ઓઉપરાંત ખાટા ફળનો જ્યૂસ પેટમાં એસિડને વધારી શકે છે. ખાસ કરીને ડબ્બા બંધ જ્યૂસથી દૂર રહેવું જોઈએ.