હાર્દિકના સવાલો થી સરકાર આવી ભીંસમાં…
હવે એમ ના કહેતા કે હાર્દિક રાજનીતિ કરે છે. ગઈકાલે OBC કમીશન દ્વારા મરાઠા સમાજ નો સામાજિક અને આર્થિક રીતે જે સર્વે કરવામાં આવ્યો છે અને એ સર્વે અને તે બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી કે મરાઠા સમાજને અનામત આપવામાં આવશે.જેના અનુસંધાને ગુજરાતના બંધુઓને જણાવવા માગું છું.
1. મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર, ગુજરાતમાં ભાજપની સરકાર, કેન્દ્રમાં ભાજપની સરકાર.
મહારાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગના પંચે પોતાના રિપોર્ટમાં મરાઠાઓને રાજ્યમાં પછાત હોવાનો સ્વીકાર કર્યો છે. આ રિપોર્ટ દ્વારા મરાઠા સમુદાયને અનામત મળવાનો માર્ગ સાફ થઈ ગયો છે.
જ્યારે ગુજરાતમાં પાટીદારોને અનામત માટે એમ કહેવાય છે કે બંધારણીય રીતે શક્ય નથી. જો ગુજરાતમાં બંધારણીય રીતે શક્ય નથી તો પછી મહારાષ્ટ્રમાં કેવી રીતે શક્ય થયુ ?
2. મહારાષ્ટ્રમાં કેવી રીતે મરાઠાઓને મળશે અનામત ?
મહારાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગના પંચે પોતાના રિપોર્ટમાં મરાઠાઓને રાજ્યમાં પછાત હોવાનો સ્વીકાર કર્યો છે. આ રિપોર્ટને આધારે મહારાષ્ટ્ર સરકારના મરાઠા સમુદાયને અનામત આપવા માટે બિલ લાવશે અને વિધાનસભામાં કાયદો પસાર કરાવશે. જો કોઈ આ કાયદાને કોર્ટમાં પડકારશે.તો તેઓ આ રિપોર્ટને કોર્ટમાં રજૂ કરશે.
હવે તમે જ વિચારો ગુજરાતમાં પાટીદારો માટે આ જ વસ્તુ કરતા ભાજપને શું પેટમાં દુ:ખતુ હશે?
3. મહારાષ્ટ્રમાં કેવી રીતે મરાઠાઓને મળશે અનામત ?
મહારાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગના પંચે પોતાના રિપોર્ટમાં મરાઠાઓને રાજ્યમાં પછાત હોવાનો સ્વીકાર કર્યો છે. રિપોર્ટની સૌથી મહત્વની ભલામણ છે કે મરાઠાઓને હાલના ઓબીસી માટેના 27 ટકાના કોટાને વધારીને અનામત આપી શકાય છે. અનામતની પચાસ ટકાની મર્યાદા સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવી છે. પંચના સૂત્રોનું કહેવું છે કે તેમણે સરકારને એમ નથી કહ્યુ કે મરાઠાઓને કેટલું અનામત આપવું જોઇએ. કોટા ફિક્સ કરવો સરકારનો વિશેષાધિકાર છે.
મહારાષ્ટ્રની ભાજપ સરકારે સ્વીકાર્યુ કે મરાઠાઓને હાલના ઓબીસી માટેના 27 ટકાના કોટાને વધારીને અનામત આપી શકાય છે. તો પછી ગુજરાત સરકારને પાટીદાર સમાજને અનામત આપવામાં શું વાંધો પડે છે.ગુજરાતની ભાજપ સરકાર જો પાટીદાર સમાજ નો સર્વે નહીં કરાવે અને પાટીદાર સમાજને અનામત નહીં આપે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર પકડશે અને તેની તમામ જવાબદારી સરકારની રહેશે.ગુજરાતનું ઓબીસી કમિશન એકવાર પાટીદાર સમાજનો સર્વે કરે એટલે તુરંત જ ખબર પડી જાય કે પાટીદાર સમાજને અનામત આપી શકાય કે નહીં.