પાટણના સાંસદ લીલાધર વાઘેલાની સ્થિતિ ગંભીર, ગાયે મારતા માથાના ભાગે થઈ હતી ઈજા

અમદાવાદ: પાટણના સાંસદ લીલાધર વાઘેલાને તેમના ગાંધીનગરના ઘરની બહાર એક ગાયે અચાનક અડફેટે લીધા હતા, જેથી તેમણે માથા અને શરીરની પાસલીઓમાં ફ્રેક્ચર થયા હતા. વાઘેલાને સારવારઅર્થે ગાંધીનગરની અપોલો હોસ્પિટસ ખસેડાયા હતા. માથાના ભાગે ઈજાઓ થતા આજે તેમની સ્થિતિ નાજુક બની છે. અને હાલ તેમને આઈસીયુમાં અંડર ઓબઝર્વેશન હેઠળ રખાયા છે.

કેવી રીતે બની હતી ઘટના?
ગઈકાલે બપોરે લીલાધર વાઘેલા ગાંધીનગરના સેક્ટર-21 તેમના ઘરે હતા. બહાર નીકળતી વખતે તેમને ગાયે અડફેટે લીધા હતા. જેથી લીલાધરને તાત્કાલિક સારવાર માટે અપોલો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સીટી સ્કેનના સહિતના રિપોર્ટમાં કરાયા હતા. તેમને શરીરમાં પાંચ જગ્યાએ ફ્રેક્ચર અને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top