Ahmedabad

લીંબડી હાઈવે પર કાર અને ટ્રક ભયંકર અકસ્માત, અમદાવાદના દાદા,દાદી સહિત 6 વર્ષની પૌત્રીનું મોત

લીંબડી નેશનલ હાઈવે પર દર્દનાક અકસ્માત થયાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, લીંબડી નેશનલ હાઈવે પર જનસાળી પાસે ટ્રક સાથે કાર અથડાતા દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહેલા દાદા, દાદી સાથે 6 વર્ષની પૌત્રીનું નિધન થયું છે.

જ્યારે અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.જ્યારે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવેનું 6-લાઈનનું કામ ગોકળગાયની ઝડપે ચાલી રહ્યું છે. તેના કારણે ઠેર-ઠેર ડાયવર્ઝનના લીધે અવારનવાર અકસ્માત થાય છે જ્યારે આજે ફરીથી એક વખત અકસ્માત સર્જાતા હાઇવે લોહીલુહાણ બની ગયો હતો. આ અકસ્માતમાં પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, અમદાવાદના ઉદય મહેનત પુરા આંબાવાડી છાપરામાં રહેનાર જેઠાભાઈ બઘાભાઈ મુછડીયા તેમના પત્ની હિરાબેન મુછડીયા અને 6 વર્ષની પૌત્રી ક્રેયાંશી વિજયભાઈ મુછડીયા દિવાળીના તહેવાર માણવા માટે રાજકોટ ગયા હતા. તા.13 ની સાંજના રાજકોટથી અમદાવાદ ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે લીંબડી હાઈવે પર જનસાળી પાસે રોડનું કામ ચાલતું હોવાના કારણે આપવામાં આવેલ ડાયવર્ઝન લીધે રોંગ સાઈડમાં આવતા ટ્રક સાથે તેમની કાર અથડાતા આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો.

વધુમાં જાણવા મળ્યું છે કે, અકસ્માતમાં દાદા બકુલભાઈ અને પૌત્રી ક્રેયાંશીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે હિરાબેન મુછડીયાને ગંભીર ઈજા થતા સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જતા દરમિયાન તેમનું પણ અવસાન થઈ ગયું હતું.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker