આધાર-પાન કાર્ડને લિંક કરાવાની તારીખમાં કરવામાં આવ્યો વધારો, આ તારીખ સુધી લિંક કરી શકશો

કોરોના સંકટ હોય કે અન્ય કોઈ કારણોસર તમે પાન કાર્ડને આધાર કાર્ડથી અત્યાર સુધી લિંક ના કરાવી શક્યા નથી તો તમારા માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે પાન કાર્ડ ને આધાર કાર્ડથી લિંક કરવા માટે વધુ ત્રણ મહિના સુધી નો સમય વધારી દીધો છે. એટલે કે તેને 30 જૂન સુધી વધારી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારે પાન કાર્ડને આધાર કાર્ડથી લિંક કરવા ની અંતિમ તારીખના થોડા કલાક પહેલા જ લોકોને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા ઉભી થયેલી મુશ્કેલી ઓ ને જોતા આધાર કાર્ડથી લિંક કરવાની અંતિમ તારીખ 31 ને હવે વધારી ને 30 જૂન 2021 સુધી ની કરી દીધી છે.

ઓનલાઈન કેવી રીતે પન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરશો?

વેબસાઇટના માધ્યમથી લિંક કરવાની પદ્ધતિ.

  • સૌથી પહેલા ઇન્કમ ટેક્સની વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
  • આધાર કાર્ડમાં આપવામાં આવેલા નામ, પાન નંબર અને આધાર નંબર એન્ટર કરો.
  • આધાર કાર્ડમાં માત્ર જન્મનું વર્ષ મેન્શન થતાં સ્વેરેર ટિક કરો.
  • હવે કેપ્ચા કોડ એન્ટર કરો.
  • હવે Link Aadhaar બટન પર ક્લિક કરો.
  • આપનું પાન આધાર સાથે લિંક થઈ જશે.

SMS મોકલીને PANને આધાર સાથે લિંક કરવાની પદ્ધતિ

તેના માટે આપને પોતાના ફોન પર ટાઇપ કરવાનું રહેશે- UIDPAN ત્યારબાદ 12 અંકોવાળો Aadhaar નંબર લખો અને પછી 10 અંકોવાળો પાન નંબર લખો. હવે સ્ટેપ 1માં જણાવેલો મેસેજ 567678 કે 56161 પર મોકલી દો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top