દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી હ્યો છે જે હવે મનુષ્ય બાદ પ્રાણીઓમાં પણ ફેલાઈ રહ્યો છે, ત્યારે હવે તમિલનાડુની રાજધાની ચેન્નાઈ નજીક આવેલ એક પ્રાણી સંગ્રહાલયમાં એક સિંહણનું મોત થઇ ગયું છે, ચેન્નાઈ ના બહારના વિસ્તારમાં આવેલ Arignar Anna Zoological Park માં પ વર્ષની સિંહણ ને SARS-CoV2 સંક્રમિત થયા પછી મોત થઇ ગયું છે. આઠ અન્ય સિંહો પણ આ વાયરસથી સંક્રમિત છે. ઝૂ મેનેજમેન્ટે આ બધાના બીજા નમૂનાઓ પરીક્ષણ માટે મોકલ્યા છે જેથી ખોટા પોઝીટીવ રિપોર્ટ આવવાની શક્યતાને દૂર કરી શકાય.
મળતી માહિતી મુજબ, 11 સિંહોના નમૂનાઓ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે, જેમાંથી સફારી પાર્કના અલીમલ હાઉસ 1 માં રાખવામાં આવેલા પાંચ સિંહોમાં ભૂખ ન લાગવી અને ક્યારેક ક્યારેક ખાંસી થવાના લક્ષણો જોવા મળ્યા છે. એક અધિકારીએ સમાચારમાં જણાવ્યું કે, જે સિંહો SARS CoV-2 પોઝિટિવ મળી આવેલા છે, તેમનું તમિલનાડુ વેટેરિનરી અને એનિમલ સાયન્સ યુનિવર્સિટીની ટીમ સાથે મળીને આ હાઉસ વેટેરિનરી ટીમ સારવાર કરી રહી છે.
અમે એક બીજા સિંહ અને બધા વાધોના નમૂના પણ ટેસ્ટ માટે મોકલશું. અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે ફક્ત એક ગર્ભવતી સિંહણના નમૂના ટેસ્ટ માટે મોકલીશું નહીં કારણ કે તેને બેભાન કરવાની પ્રક્રિયાને કારણે તેની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ શકે છે, આ પહેલા મે મહિનામાં પણ હૈદરાબાદમાં ઝૂના આઠ એશિયાઈ સિંહો SARS-CoV2 ના સંપર્કમાં આવ્યા બાદ શ્વાસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.